7 જુલાઈના રોજ ત્રિપુરા રાજ્ય વિધાનસભામાં હાઈ-વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો. વિધાનસભા સત્ર દરમિયાન ભાજપ અને ટીપરા મોથા પાર્ટીના ધારાસભ્યો વચ્ચે હંગામો થયો હતો. વિરોધ પક્ષના નેતા અનિમેષ દેબબરમાએ ભાજપના ધારાસભ્ય જાદવ લક નાથ દ્વારા એડલ્ટ મૂવી જોવાના મુદ્દે પ્રશ્ન ઉઠાવ્યો હતો. ગૃહના સ્પીકરે કહ્યું કે, "અન્ય કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાઓ પછી તેઓ તેમની પાસે પાછા આવશે" જો કે, વિરોધ પક્ષોના ધારાસભ્યોએ હંગામો અને સૂત્રોચ્ચાર શરૂ કર્યા હતા. ગૃહમાંથી પાંચ ધારાસભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.`














