સેવન સિસ્ટર્સ રાજ્યોમાંનું એક રાજ્ય ત્રિપુરા ક્યાં આવ્યું છે એ જોવું હોય તો ગૂગલ મૅપ ઓપન કરો. દેશના ઉત્તરપૂર્વીય વિસ્તારમાં સૌથી છેવટનું અને કદમાં એકદમ નાનકડું સ્થાન દેખાય તો સમજી જવું કે આ ત્રિપુરા છે. ત્રિપુરા દેશનું ત્રીજા નંબરનું સૌથી નાનું રાજ્ય છે. પરંતુ હા, નાનકડું રાજ્ય સમજીને જો એની અવગણના કરશો તો પસ્તાવાનો વારો આવશે. એનું કારણ છે અહીંનું ધાર્મિક, સાંસ્કૃતિક અને પ્રાકૃતિક આકર્ષણ. ઇતિહાસમાં જણાવ્યા પ્રમાણે ત્રિપુરાની સ્થાપના ૧૪મી સદીમાં માણિક્યએ કરી હતી. એને બાદમાં બ્રિટિશ હકુમતે હસ્તગત કરી લીધું. રાજ્યના નામને લઈને અહીં ઘણી લોકવાયકાઓ છે. કેટલાક કહે છે કે આ રાજ્યનું નામ અહીંની આદિવાસી જનજાતિના નામ પરથી રાખવામાં આવ્યું છે, જ્યારે કેટલાક બીજું કંઈ. જોકે ઇતિહાસવિદોના જણાવ્યા પ્રમાણે આ રાજ્યનું નામ ત્રિપુર સુંદરી માતાના નામ પરથી પડ્યું છે જે એક શક્તિપીઠ છે. ત્રિપુરાને એક પવર્તીય વિસ્તાર તરીકે જોઈ શકો છો.
15 March, 2019 05:49 IST