પૂર્વ દિલ્હીના બીજેપી સાંસદે પ્રવર્તમાન પરિસ્થિતિ માટે દિલ્હી સરકારને જવાબદાર ગણાવી હતી. ઉપરાંત તેમના પર શહેરની ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માટે પૈસા ખર્ચ ન કરવાનો આરોપ લગાવ્યો. ગૌતમ ગંભીરે કહ્યુ કે, “તે દુર્ભાગ્યપૂર્ણ છે કે દિલ્હી આજે પૂરથી છલકાઈ રહ્યું છે. આ પરિસ્થિતિ મારા માટે આશ્ચર્યજનક નથી કારણ કે વર્તમાન સરકારે શહેરમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માટે કોઈ પૈસા ખર્ચ્યા નથી. મુખ્યમંત્રીએ દિલ્હીને વિશ્વ કક્ષાનું શહેર બનાવવાનું વચન આપ્યું હતું”














