કારગિલ યુદ્ધ વિજય દિવસની ૨૫મી વર્ષગાંઠ પર સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે દિલ્હીમાં રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક ખાતે કારગિલ યુદ્ધના બહાદૂરોને શ્રદ્ધાંજલિ આપી. આ દિવસ 1999ના કારગીલ સંઘર્ષ દરમિયાન ભારતીય સશસ્ત્ર દળોની બહાદુરીની યાદમાં ઉજવવામાં આવે છે, જ્યારે સૈનિકોએ પાકિસ્તાની ઘૂસણખોરોથી કારગિલના શિખરોને ફરીથી મેળવ્યા હતા. મેથી જુલાઈ 1999 સુધી ચાલેલા આ યુદ્ધમાં ભારતીય સેનાએ બલિદાન આપ્યું હતું.














