જન્માષ્ટમી પર બંગલાદેશનો સંદર્ભ આપીને યોગી આદિત્યનાથની ચેતવણી
ફાઇલ તસવીર
ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે જન્માષ્ટમીના પર્વ પર હિન્દુઓની સુરક્ષાના મુદ્દે બંગલાદેશની ઘટનાને ટાંકીને ગઈ કાલે આગરામાં એક પબ્લિક-રૅલીને સંબોધતાં કહ્યું હતું કે ‘રાષ્ટ્રથી મહાન બીજું કંઈ નથી. રાષ્ટ્ર ત્યારે જ શક્તિશાળી બને છે જ્યારે આપણે એક રહીએ છીએ. બટેંગે તો કટેંગે. બંગલાદેશમાં શું થઈ રહ્યું છે એ તમે જોઈ રહ્યા છો. એ ભૂલો અહીં દોહરાવવાની જરૂર નથી. બટેંગે તો કટેંગે, એક રહેંગે તો નેક રહેંગે, સુરક્ષિત રહેંગે. આપણને વિકસિત રાષ્ટ્રની સંકલ્પના સાકાર કરવાની છે.’
યોગી આદિત્યનાથે આ પહેલાં મથુરામાં કહ્યું હતું કે ‘વૈશ્વિક મુદ્દે ટિપ્પણી કરતા વિપક્ષો બંગલાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચાર અને હિન્દુ-મંદિરો તોડી નાખવાની ઘટના બાબતે એકદમ ચૂપ છે. તેમને પૅલેસ્ટીન દેખાય છે, પણ બંગલાદેશની ઘટના મુદ્દે તેઓ આંખો મીંચી લે છે, કારણ કે એમાં તેમને વોટબૅન્ક ગુમાવવાનો ડર છે.’