Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ત્રીજું વિશ્વયુદ્ધ આ તારીખે શરૂ થશે? જાણીતા જ્યોતિષે કેમ કરી આવી ચોંકાવનારી ભવિષ્યવાણી

ત્રીજું વિશ્વયુદ્ધ આ તારીખે શરૂ થશે? જાણીતા જ્યોતિષે કેમ કરી આવી ચોંકાવનારી ભવિષ્યવાણી

Published : 24 May, 2024 06:52 PM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પહેલા અને બીજા વિશ્વયુદ્ધમાં દુનિયામાં એ રીતે તબાહી મચી હતી કે બે મહાયુદ્ધો બાદ દુનિયાને રિકવર થવા માટે કઠોર પરિશ્રમ કરવો પડ્યો હતો.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય - AI)

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય - AI)


કી હાઇલાઇટ્સ

  1. ત્રીજા વિશ્વયુદ્ધ બાબતે એક જાણીતા જ્યોતિષે ભવિષ્યવાણી કરી હતી
  2. ત્રીજું મહાયુદ્ધ હવે માત્ર અમુક અઠવાડીયા જ દૂર છે, એવો દાવો કરવામાં આવ્યો
  3. ત્રીજા વિશ્વયુદ્ધની જોરદાર ચર્ચા શરૂ થઈ છે.

વર્ષ 2024ની શરૂઆતથી જ દુનિયામાં ત્રીજું વિશ્વયુદ્ધ (World War 3) થશે એવા તીવ્ર અટકળો શરૂ થયા હતા. દુનિયા ત્રીજા વિશ્વયુદ્ધનો ચહેરો જોશે તે ખૂબ જ વિવાદાસ્પદ વિષય બન્યો છે. પહેલા અને બીજા વિશ્વયુદ્ધમાં દુનિયામાં એ રીતે તબાહી મચી હતી કે બે મહાયુદ્ધો બાદ દુનિયાને રિકવર થવા માટે કઠોર પરિશ્રમ કરવો પડ્યો હતો. જેથી હવે ત્રીજા વિશ્વયુદ્ધમાં કયા પ્રકારનો કહેર દુનિયા પર વરસશે તે બાબત વિચારવા જેવી છે.


નવા વર્ષની શરૂઆત સાથે જ રશિયા-યુક્રેન, ઇઝરાયલ-પેલિસ્ટાઇન (World War 3) અને હવે ઈરાન પણ યુદ્ધમાં ઉતર્યું છે જેથી ફરી એકવખત ત્રીજા વિશ્વયુદ્ધની ચર્ચાને વેગ મળ્યો છે. આ બધી તણાવપૂર્ણ પરિસ્થિતી વચ્ચે એક જાણીતા જ્યોતિષશાસ્ત્રીએ ત્રીજા વિશ્વયુદ્ધને લઈને એવી ભવિષ્યવાણી કરી છે કે આખું વિશ્વ ચિંતામાં મુકાયું છે. પ્રખ્યાત નોસ્ટ્રાડામસ અને કુશલ કુમાર સહિત દુનિયાભરના અને જ્યોતિષોએ ત્રીજા વિશ્વયુદ્ધ બાબતે ભવિષ્યવાણી કરી છે, જોકે તેની સંભાવના હજુ અનિશ્ચિત છે. એવામાં ભારતના જ્યોતિષ કુશલ કુમારે વર્લ્ડ વૉર 3 માત્ર અમુક અઠવાડિયા દૂર છે એવી ચોંકાવનારી ભવિષ્યવાણી કરી છે. તાજેતરમાં એક પોસ્ટ કરીને કુમારે દાવો કર્યો છે કે ત્રીજા વિશ્વયુદ્ધ શરૂ થવાના સમાચાર માત્ર અઠવાડિયાં દૂર છે. આ સાથે તેમણે આ પોસ્ટ પોતાના લિન્કડીન પણ શેર કરી છે.



કુમારે કરેલી પોસ્ટમાં જણાવ્યું છે કે, "2024નું વર્ષ વિશ્વમાં યુદ્ધની પરિસ્થિતિઓને (World War 3) મુખ્યત્વે ચિંતાજનક દર્શાવવામાં આવી હતી, ખાસ કરીને આઠમી મેની આસપાસ કોરિયા, ચાઇના-તાઇવાન, મિડલ ઈસ્ટમાં ઇઝરાયેલ અને અન્ય દેશો તેમ જ યુક્રેન-રશિયા જેવા ચાલી યુદ્ધને લીધે ત્રીજું વિશ્વયુદ્ધ થવાની સૌથી વધુ શક્યતા હતી. જાણવા જેવી વાત એ છે કે ત્રીજા વિશ્વયુદ્ધને લઈને કરેલી ભવિષ્યવાણીમાં તેમણે યુદ્ધ શરૂ થવાની તારીખ વિશે પણ ખુલાસો કર્યો હતો. તેમણે કહ્યું કે "હવે, મંગળવાર, 18 જૂન 2024ના રોજ ત્રીજા વિશ્વયુદ્ધનો આરંભ થશે કારણકે ગ્રહોની ગોઠવણ એવી હશે જે યુદ્ધના સંજોગો ઊભા કરશે. જોકે 10 અને 29 જૂન આ તારીખ પણ યુદ્ધ માટે મહત્ત્વની બની શકે છે."


ઉલ્લેખનીય છે કે કુમારે આ દાવો એવા સમયે કર્યો છે કે જ્યારે યુકેના અધિકારીઓએ તેમના નાગરિકોને યુદ્ધ (World War 3) શરૂ થાય તેવા સમયે કઈ કઈ વસ્તુઓનો પુરવઠો કરીને રાખવો એ બાબતે માહિતી આપવા એક વેબસાઇટ શરૂ કરી હતી, જેથી હવે ભારતના આ જ્યોતિષની ભવિષ્યવાણી કદાચ સાચી પડે એવી જોરદાર ચર્ચા ચાલી રહી છે.

તો કોણ છે પ્રખ્યાત જ્યોતિષ કુશલ કુમાર?


કુશલ કુમાર એક વૈદિક જ્યોતિષ છે જે ભવિષ્યમાં થનારી ઘટના માટે ‘અનુમાન’ આપવા માટે ગ્રહોની સ્થિતિ બતાવતાં ચાર્ટનો ઉપયોગ કરે છે. તેમને `નોસ્ટ્રાડામસ` (World War 3) તરીકે ઓળખવામાં આવ્યા છે. `નોસ્ટ્રાડામસ` એક ફ્રેન્ચ જ્યોતિષ હતા જે `લેસ પ્રોફેટીસ` આ બૂક માટે જાણીતા હતા. તેમની આ પુસ્તક 1555માં પ્રકાશિત થઈ હતી. તેમના પુસ્તકમાં ભવિષ્યની ઘટનાઓની આગાહી કરતી 942 કાવ્ય રૂપક કવિતાઓ હતી. ઘણા લોકોએ નોસ્ટ્રાડામસને આ કાવ્યપંક્તિઓમાં કહેવામાં આવેલી ઘટનાઓ ભવિષ્યમાં બની છે એવો દાવો પણ કરે છે.

Whatsapp-channel Whatsapp-channel

24 May, 2024 06:52 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK