Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > કેદારનાથમાં હેલિકૉપ્ટરની દુર્ઘટનાઓ કેમ અટકતી નથી?

કેદારનાથમાં હેલિકૉપ્ટરની દુર્ઘટનાઓ કેમ અટકતી નથી?

Published : 20 October, 2022 09:43 AM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઍડ્વાઇઝરી અને દંડ બાદ પણ નિયમોનો સતત ભંગ : મંગળવારે જે કંપનીનું હેલિકૉપ્ટર ક્રૅશ થયું હતું એને નિયમભંગ બદલ દંડ કરાયો હતો

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)


કેદારનાથ મંદિરથી ગુપ્તકાશી જતું પ્રાઇવેટ કંપની આર્યન એવિયેશનનું હેલિકૉપ્ટર મંગળવારે ગાઢ ધુમ્મસ વચ્ચે તૂટી પડ્યું હતું. કેદારનાથમાં હેલિકૉપ્ટરની દુર્ઘટનાઓ અવારનવાર થાય છે. જોકે, સમસ્યા એ છે કે ઑથોરિટી દ્વારા આ હેલિકૉપ્ટર્સને ઑપરેટ કરતી કંપનીઓ માટે ઍડ્વાઇઝરી ઇશ્યુ કરાય છે, ઑડિટ કરાય છે અને દંડ પણ કરાય છે. આમ છતાં અકસ્માતો અટકતા નથી.


ડિસ્ટ્રિક્ટ ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ ઑફિસર નંદન સિંહે કહ્યું હતું કે આર્યન એવિયેશન અને કેદારનાથ યાત્રા રૂટ્સ પર હેલિકૉપ્ટર્સની સવારીને ઑપરેટ કરતી અન્ય ચાર કંપનીઓને કેટલાક નિયમોના ભંગ બદલ ડિરેક્ટરેટ જનરલ ઑફ સિવિલ એવિયેશને તાજેતરમાં જ પાંચ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. વારંવાર દુર્ઘટના છતાં પણ આ કંપનીઓની કામગીરીમાં કોઈ બદલાવ આવ્યો નથી. એક્સપર્ટ્‍સ કેદારનાથ પ્રદેશમાં રિક્ષાની જેમ ઉપયોગમાં લેવાતાં હેલિકૉપ્ટર્સથી વનસ્પતિસૃષ્ટિ અને પ્રાણીસૃષ્ટિને જોખમનો મુદ્દો પણ ઉઠાવી રહ્યા છે.



પાઇલટે ગયા મહિને પર્વતીય પ્રદેશમાં હેલિકૉપ્ટર ઉડાડવાનું શરૂ કર્યું હતું


ઉત્તરાખંડમાં મંગળવારે સાત જણની જિંદગી છીનવી લેતા હેલિકૉપ્ટર ક્રૅશ બાદ હકીકત બહાર આવી છે કે ક્રૅશમાં મૃત્યુ પામનારા પાઇલટ કૅપ્ટન અનિલ સિંહ ઑફશૉર પાઇલટ હતા. તેઓ બૉમ્બે હાઈમાં મલ્ટિ-એ​ન્જિન ડૌફિન એન-૩ ઍરક્રાફ્ટ ઉડાવતા હતા. સપ્ટેમ્બરમાં આર્યન એવિયેશનમાં જોડાઈને તેમણે સિંગલ એ​​ન્જિન બેલ૪૦૭ ઉડાવવાનું શરૂ કર્યું હતું. 


Whatsapp-channel Whatsapp-channel

20 October, 2022 09:43 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK