UPI Payments putting women’s safety to risk: ભારતમાં સૌથી પ્રખ્યાત બનેલા યુપીઆઇ પેમેન્ટ દ્વારા મહિલાઓની છેડતી કરવાના કિસ્સા સામે આવ્યા છે.
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
દેશમાં છેલ્લા અનેક સમયથી સ્ત્રીઓ સાથે અત્યાચાર અને છેડતી કરવાની ઘટનાના સમાચાર આવી રહ્યા છે. તેમ જ સોશિયલ મીડિયા મધ્યમથી (UPI Payments putting women’s safety to risk) પણ આ મહિલાઓ સાથે છેડતી કરવામાં આવતી હોવાની ઘટનાઓ સામે આવી છે, અને હવે એક મહિલાઓની હેરાનગતિ કરવાનો નવો રસ્તો નરાધામોએ શોધી લીધો હોવાનો મામલો સામે આવ્યો છે. ભારતમાં સૌથી પ્રખ્યાત બનેલા યુપીઆઇ પેમેન્ટ દ્વારા મહિલાઓની છેડતી કરવાના કિસ્સા સામે આવ્યા છે.
Thread ?#SexualHarassement
— Athira Purushothaman (@Aadhi_02) July 21, 2023
Today, I went for the Manipur Violence protest at Town Hall Bangalore and booked a @rapidobikeapp auto for my way back home. However, multiple auto cancellations led me to opt for a bike instead. pic.twitter.com/bQkw4i7NvO
ADVERTISEMENT
એક અહેવાલ મુજબ લગભગ એક વર્ષ પહેલાં બેંગલુરુની 18 વર્ષની દિક્ષાએ તેના યુપીઆઇ આઇડી (UPI ID) સાથે તેના જીપે (GPay) સ્કેનર સાથે એક ટ્વીટ કર્યું હતું અન ત્યારે તેણે ક્યારેય વિચાર્યું ન હતું કે તેના આ ટ્વીટથી એક 44 વર્ષીય પરિણીત વ્યક્તિ તેને હેરાન કરશે. એક ટ્વીટ (UPI Payments putting women’s safety to risk) જે હવે વાયરલ થઈ અને તેને 2.7 મિલિયન કરતાં પણ વધુ લોકોએ જોયું છે. આ ટ્વીટમાં દીક્ષાએ જણાવ્યું કે કેવી રીતે એક વ્યક્તિએ કથિત રીતે તેના યુપીઆઇ આઇડી દ્વારા તેનો નંબર મેળવ્યો અને પછી તેને પૈસા મોકલવાનું શરૂ કર્યું અને થોડા સમય બાદ અશ્લીલ મેસેજ સાથે આ વ્યક્તિએ આગળ જતાં પીડિતાને ન્યૂડ્સ પણ મોકલ્યા હતા. દીક્ષાએ તેના ટ્વીટમાં કહ્યું કે તે એક `પરિણીત પુરુષ` છે અને `જ્યારે પણ તે તેને બ્લોક કરે છે, ત્યારે તે બીજા એકાઉન્ટથી આ બધા મેસેજ મોકલે છે`.
આ ઘટના સામે આવતા સોશિયલ મીડિયા પર મોટો હોબાળો મચ્યો છે. જ્યારે પણ આપણે યુપીઆઇ મારફત પૈસા (UPI Payments putting women’s safety to risk) પાઠવે છે ત્યારે આપનો મોબાઇલ નંબર પર સામેવાળા પાસે પહોંચી જાય છે. જેથી આ પ્રકાર મહિલાઓ માટે મોટી સમસ્યા બની હોવાનું સામે આવ્યું છે. આ સાથે એવા અનેક કિસ્સાઓ પણ બન્યા હોઈ શકે છે જે હજી સુધી સામે આવ્યા નથી. જુલાઈ 2023 માં પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એવો જ એક કિસ્સો સામે આવ્યો હતો જેમાં બેંગલુરુની એક મહિલાએ રેપિડો બાઇકની મુસાફરી પૂર્ણ કર્યા બાદ તેને તેના વોટ્સઍ પર આ બાઇક ચાલકનો સતત મેસેજ આવવાનો આરોપ તેણે કર્યો હતો.
Hello @Uber_India Support Team,
— Bhumika (@thisisbhumika) October 20, 2023
I am writing to express my serious concern regarding a recent experience I had with one of your driver. On 19/10/2023, I encountered a distressing situation where I received inappropriate messages from one of your drivers after a ride.
This… pic.twitter.com/M1Wf537iZQ
મુંબઈની 25 વર્ષીય બ્રાન્ડ એસોસિયેટ સ્વાતિશ્રી પાર્થસારથી એ પણ સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે જ્યારે ડ્રાઈવરો તેને GPay પર ટેક્સ્ટ (UPI Payments putting women’s safety to risk) મોકલે છે ત્યારે તેને પણ આવી જ હેરાનગતિનો સામનો કરવો પડ્યો હતો. આ ડ્રાઈવર દ્વારા તેમની સાથે વાર્તાલાપ શરૂ કરવાનો પ્રયાસ કર્યો હતો. UPI પેમેન્ટ્સ દ્વારા શૅર કરવો પણ કેટલું જોખમી બની ગયું છે. આ પ્રકારની હેરાનગતિ એ તેનું બીજું કારણ એ છે કે તે સંભવિત સ્કેમર્સ સામે તમારો નંબર જાહેર કરી શકે છે. આનાથી ભારતમાં ઓનલાઈન સ્કેમમાં પણ નોંધપાત્ર વધારો આવ્યો છે.

