Up Women Commission: આ પ્રસ્તાવ મુજબ પુરૂષો (મેલ ટેલર) એ મહિલાઓના કપડા નહીં સીવી શકશે અને ન તો સલૂનમાં તેમના વાળ કાપી શકશે. આ દરખાસ્ત રાજ્ય મહિલા આયોગના અધ્યક્ષ બબીતા ચૌહાણે રજૂ કરી હતી, જેને બેઠકમાં હાજર અન્ય સભ્યોએ ટેકો આપ્યો હતો.
પ્રતીકાત્મક તસવીર સૌજન્ય AI
ઉત્તર પ્રદેશ રાજ્ય મહિલા આયોગે (Up Women Commission) મહિલાઓને "ખરાબ સ્પર્શ"થી બચાવવા અને કેટલાક લોકોના અસામાજિક ખરાબ ઈરાદાઓને રોકવા માટે એક નવો પ્રસ્તાવ આપ્યો છે. આ પ્રસ્તાવ મુજબ પુરૂષો (મેલ ટેલર) એ મહિલાઓના કપડા નહીં સીવી શકશે અને ન તો સલૂનમાં તેમના વાળ કાપી શકશે. આ દરખાસ્ત રાજ્ય મહિલા આયોગના અધ્યક્ષ બબીતા ચૌહાણે રજૂ કરી હતી, જેને બેઠકમાં હાજર અન્ય સભ્યોએ ટેકો આપ્યો હતો.
તમને જણાવી દઈએ કે યુપીમાં (Up Women Commission) 28 ઑક્ટોબરે યોજાયેલી મહિલા આયોગની બેઠક બાદ આવા ઘણા સૂચનો આપવામાં આવ્યા હતા, જેમાં પુરૂષોને મહિલાઓના કપડાંનું માપ ન લેવા દેવા અને દુકાનોમાં સીસીટીવી કૅમેરા લગાવવા વગેરેનો સમાવેશ થાય છે. હાલમાં આ માત્ર એક પ્રસ્તાવ છે જેને મહિલા આયોગ પછીથી રાજ્ય સરકારને આ અંગે કાયદો બનાવવા વિનંતી કરશે. મહિલા આયોગના નિયમોનું પાલન થાય તે સુનિશ્ચિત કરવાની જવાબદારી જિલ્લા વહીવટીતંત્રની રહેશે.
ADVERTISEMENT
આ સંદર્ભમાં યુપી મહિલા આયોગના સભ્ય હિમાની અગ્રવાલે (Up Women Commission) શુક્રવારે ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે તાજેતરમાં યોજાયેલી મહિલા આયોગની બેઠકમાં એક પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો કે માત્ર મહિલા દરજીઓએ જ મહિલાઓ માટે બનાવવામાં આવતા અને પહેરવામાં આવેલા કપડાનું માપ લેવું જોઈએ . તેમજ તેમની દુકાનમાં સીસીટીવી કૅમેરા લગાવવા જોઈએ.
હિમાની અગ્રવાલના જણાવ્યા અનુસાર આ સાથે સલૂનમાં માત્ર મહિલા નાઈઓએ જ મહિલા ગ્રાહકોની કાળજી લેવી જોઈએ. કારણ કે, અમે માનીએ છીએ કે આ પ્રકારના વ્યવસાય સાથે સંકળાયેલા પુરુષોના (Up Women Commission) કારણે મહિલાઓની છેડતી થાય છે અને કેટલાક પુરુષો ગેરવર્તન કરવાનો પ્રયાસ કરે છે. કેટલાક પુરુષોના ઈરાદા પણ સારા નથી હોતા. જોકે, તેણે એમ પણ કહ્યું કે એવું નથી કે બધા જ પુરુષોના ઈરાદા ખરાબ હોય છે.
રાજ્ય મહિલા આયોગના અધ્યક્ષ બબીતા ચૌહાણે કહ્યું કે “જ્યાં મહિલાઓ જાય છે ત્યાં જિમમાં મહિલા ટ્રેનર હોવા જોઈએ. તમામ જીમ ટ્રેનર્સનું પોલીસ વેરિફિકેશન કરાવવું જોઈએ. જો કોઈ મહિલા પુરૂષ ટ્રેનર પાસેથી તાલીમ લેવા માગતી હોય તો તેણે લેખિતમાં અરજી આપવાની રહેશે. કારણ કે, મહિલા આયોગને જીમમાં જતી મહિલાઓ અને છોકરીઓના શોષણની સતત ફરિયાદો મળી રહી છે, જેના પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે. ઉપરાંત, દરજીની દુકાનમાં જ્યાં મહિલાઓના કપડાં સિલાઇ કરવામાં આવે છે, તે સુનિશ્ચિત કરવું જોઈએ કે માપ લેવા માટે મહિલા દરજીની જ નિમણૂક કરવામાં આવી છે. આટલું જ નહીં, જે સ્કૂલ બસમાં છોકરીઓ મુસાફરી કરે છે તેમાં મહિલા કર્મચારીઓ હોવા જોઈએ. હાલમાં મહિલા આયોગે તમામ જિલ્લાઓને આ અંગે આદેશો આપ્યા છે. જે સહમત નહીં થાય તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.