પશ્ચિમ બંગાળના માલદામાં ચૂંટણીસભાને સંબોધિત કરી
માલદે જીલ્લાના ગઝોલેમાં રેલીને સંબોધતા યોગી આદિત્યાનાથ. (તસવીર: પી.ટી.આઈ)
ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન અને ભારતીય જનતા પાર્ટી (બીજેપી)ના ફાયર-બ્રૅન્ડ નેતા યોગી આદિત્યનાથે મંગળવારે ચૂંટણીસભાને સંબોધિત કરી હતી. બંગાળના માલદામાં યોગી આદિત્યનાથની રૅલી થઈ, જ્યાં તેમના નિશાના પર મમતા સરકાર રહી. યોગીએ આરોપ લગાવ્યો કે બંગાળમાં જય શ્રીરામના નારા બોલવા પર પણ રોક છે. યુપી સીએમે કહ્યું કે એક મહિનામાં બંગાળની ધરતી પર પરિવર્તન જોવા મળશે. બંગાળમાં એક વૃદ્ધ માતાને ટીએમસીના ગુંડાઓએ મારી, પરંતુ સરકારે કોઈ કાર્યવાહી કરી નહીં.
યોગીએ કહ્યું કે બીજી મે બાદ ટીએમસીના ગુંડાઓ જીવવાની ભીખ માગશે અને ગલીમાં છબિ લગાવીને માફી માગશે. યુપીના સીએમ બોલ્યા કે ક્યારેક ભારતને નેતૃત્વ આપનારું બંગાળ આજે ખરાબ હાલતમાં છે. બંગાળમાં સત્તાપ્રેરિત ગુનાઓ અને આતંકવાદ દેશની સુરક્ષાને સખત પડકાર આપી રહ્યા છે. બંગાળમાં શક્તિની પૂજા થાય છે, પરંતુ અહીં દુર્ગાપૂજા પર પ્રતિબંધ લગાવવામાં આવે છે. ઈદ પર જબરદસ્તીથી ગૌહત્યાઓ કરવામાં આવે છે, ગૌતસ્કરીથી ભાવનાઓને નુકસાન પહોંચાડવામાં આવે છે.
ADVERTISEMENT
યોગી આદિત્યનાથે કહ્યું કે બંગાળમાં જય શ્રીરામના નારા લગાવવાથી રોકવામાં આવે છે. અયોધ્યામાં પણ એક સરકારે રામભક્તો પર ગોળી ચલાવી હતી, તેની હાલત સૌએ જોઈ છે. જે પણ રામનો વિરોધી છે, તેનું બંગાળમાં કોઈ કામ નથી. સીએમ યોગી આદિત્યનાથે આગળ કહ્યું કે સીએએ જ્યારે લાગુ થયું તો બંગાળમાં હિંસા કેમ થાય છે? આ સત્તાપ્રેરિત હિંસા છે. બંગાળમાં આયુષ્યમાન ભારત યોજનાને લાગુ ન કરવામાં આવી, કેન્દ્રની કોઈ પણ યોજનાનો લાભ અહીંના લોકોને નથી મળી રહ્યો.

