પેરન્ટ્સને નામ રાખવું છે કુંભ, પણ આ નામ ઑલરેડી અપાઈ ગયું છે એટલે હૉસ્પિટલે સૂચન કર્યું કે કુંભ2 રાખો
મહાકુંભમાં બારમા બાળકનો જન્મ થયો
પ્રયાગરાજમાં સંગમતટ પર મહાકુંભનગરમાં બનેલી ટેમ્પરરી સેન્ટ્રલ હૉસ્પિટલમાં રવિવારની રાત્રે બારમા બાળકનો જન્મ થયો હતો. આ હૉસ્પિટલમાં થયેલી તમામ ૧૨ ડિલિવરી નૉર્મલ રહી છે. રવિવાર રાત્રે જન્મેલું બાળક બેબીબૉય છે. આ બાળક ઉત્તર પ્રદેશના ફુલપુરની નેહા સિંહનું છે. બાળકના જન્મ પછી નેહાના પતિ દીપકનો આગ્રહ હતો કે તેનું નામ કુંભ રાખવામાં આવે, પણ હૉસ્પિટલના સ્ટાફે કહ્યું કે ૨૯ ડિસેમ્બરે આ જ હૉસ્પિટલમાં જન્મેલા એક બેબીબૉયનું નામ કુંભ રાખવામાં આવ્યું હતું એટલે તમે કુંભ2 નામ રાખો. દીપકે જોકે કહ્યું હતું કે હૉસ્પિટલ ભલે મારા દીકરાનું નામ કુંભ ન રાખે, હું તો તેનું નામ કુંભ જ રાખીશ. દીપકનાં મમ્મી મહાકુંભમાં કલ્પવાસ પાળી રહ્યાં છે, જેમાં એક મહિનો અત્યંત સાદગીથી અને આધ્યાત્મિકતાથી રહેવાનું હોય છે. મહાકુંભમાં આ હૉસ્પિટલ સેક્ટર બેમાં આવેલી છે જે સત્તાવાર રીતે ૧૩ જાન્યુઆરીએ શરૂ થયેલી, પણ ત્યાં પહેલા બાળકનો જન્મ ૨૯ ડિસેમ્બરે જ થઈ ગયેલો, કારણ કે યાત્રાળુઓ મહાકુંભની શરૂઆત પહેલાં જ આવવા લાગેલા.
સદીનો સૌથી મોટો ટ્રૅફિક જૅમ?
ADVERTISEMENT
મધ્ય પ્રદેશમાં પ્રયાગરાજ તરફ જતાં વાહનોને રોકી દેવાયાં છે એટલે એવું કહેવાઈ રહ્યું છે કે મહાકુંભમાં જવા માટે ૩૦૦ કિલોમીટરનો ટ્રૅફિક જૅમ છે, જે આ સદીનો સૌથી મોટો છે. આ અતિશયોક્તિ હોઈ શકે, પણ માનવમહેરામણ ઊમટ્યો છે એ તો હકીકત છે. ગઈ કાલે મહાકુંભમાં સંગમતટ પર ઊમટેલી જનમેદની અને પટનાથી પ્રયાગરાજ આવવા ટ્રેનોમાં જોવા મળેલો ધસારો એ વાતની પ્રતીતિ કરાવે છે.
૧૪ ફેબ્રુઆરી સુધી પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ રહેશે
મહાકુંભમાં આવી રહેલી ભારે ભીડને કારણે ગઈ કાલે જાહેર કરવામાં આવ્યું હતું કે પ્રયાગરાજ સંગમ સ્ટેશન ૧૪ ફેબ્રુઆરી સુધી બંધ રહેશે. જોકે બાકીનાં ૮ સ્ટેશનો પ્રયાગરાજ છિવકી, જૈની, પ્રયાગરાજ જંક્શન, સુબેદારગંજ, પ્રયાગ, ફાફામઉ, પ્રયાગરાજ રામબાગ અને ઝુસી પરથી રેગ્યુલર અને સ્પેશ્યલ ટ્રેનો આવતી-જતી રહેશે.
VIPઓનું સંગમસ્નાન
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ
ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની
પોતાનાં માતાને સંગમસ્નાન કરાવતા ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામી

