પહેલી જૂન સુધીમાં વ્યાજ સહિત બિલની ચુકવણી નહીં થાય તો હોટેલ-પ્રશાસન કાનૂની પગલાં લેશે
નરેન્દ્ર મોદી
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૨૦૨૩ના એપ્રિલ મહિનામાં મૈસૂરની રૅડિસન બ્લુ હોટેલમાં રહ્યા હતા, પણ એના ૮૦.૬૦ લાખ રૂપિયાના બિલની ચુકવણી બાકી છે એવો દાવો કરવામાં આવ્યો છે.
હોટેલ-પ્રશાસને આ મુદ્દે ચેતવણી આપતાં કહ્યું છે કે જો પહેલી જૂન સુધીમાં બિલની ચુકવણી નહીં થાય તો કાનૂની પગલાં લેવામાં આવશે. આ બિલની ચુકવણી સ્ટેટ ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટે કરવાની છે.
પ્રોજેક્ટ ટાઇગરનાં ૫૦ વર્ષ પૂરાં થયાં એની ઉજવણીના ભાગરૂપે નૅશનલ ટાઇગર કન્ઝર્વેશન ઑથોરિટી (NTCA) અને મિનિસ્ટ્રી ઑફ એન્વાયર્નમેન્ટ, ફૉરેસ્ટ દ્વારા આયોજિત કાર્યક્રમમાં ભાગ લેવા મોદી મૈસૂર આવ્યા હતા અને આ હોટેલમાં રહ્યા હતા. ૧૨ મહિના બાદ પણ આ બિલ નહીં ચૂકવાતાં હોટેલ-પ્રશાસને ૨૧ મેએ સ્ટેટ ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટને લખેલા પત્રમાં જણાવ્યું છે કે બિલ ઉપરાંત વિલંબ માટે ૧૮ ટકાના વ્યાજરૂપે ૧૨.૦૯ લાખ રૂપિયા પણ ચૂકવવાના રહેશે, પહેલી જૂન સુધીમાં બિલની ચુકવણી નહીં થાય તો કાનૂની પગલાં લેવામાં આવશે.