Supreme Court on visually impaired judicial candidates: સુપ્રીમ કોર્ટે મધ્યપ્રદેશના ન્યાયિક સેવા નિયમ 6Aને રદ કર્યો. શારીરિક અક્ષમ ઉમેદવારોને હવે ન્યાયતંત્રમાં ભરતી માટે લાયક ગણવામાં આવશે. આ ચુકાદો ભારતના અન્ય રાજ્યો માટે પણ માર્ગદર્શક બનશે.
ફાઇલ તસવીર
સુપ્રીમ કોર્ટે એક ઐતિહાસિક ચુકાદામાં જણાવ્યું છે કે માત્ર શારીરિક અક્ષમતાના આધાર પર કોઈપણ વ્યક્તિને ન્યાયતંત્રમાં ભરતી માટે અયોગ્ય ગણાવી શકાતી નથી. સુપ્રીમ કોર્ટના જજ જે.બી. પાર્ડીવાલા અને આર. મહાદેવનની બેન્ચે આ ચુકાદો આપ્યો છે. મધ્યપ્રદેશની એક પ્રજ્ઞાચક્ષુ ઉમેદવારની માતાએ રાજયની ન્યાયિક ભરતી નીતિમાં અપંગ લોકોને ભરતી માટે આરક્ષણ નહીં આપતા ન્યાય મેળવવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. સુપ્રીમ કોર્ટે આ અરજીને સુઓમોટો અરજીમાં ફેરવી હતી અને સુનાવણી હાથ ધરી હતી.
સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં જણાવ્યું કે મધ્યપ્રદેશ ન્યાયિક સેવા (ભરતી અને સેવા શરતો)નો 1994નો નિયમ 6A પ્રજ્ઞાચક્ષુ ઉમેદવારો માટે અન્યાયકારક છે. આ નિયમ તેમને ન્યાયિક સેવાઓ માટે અયોગ્ય ગણાવે છે. કોર્ટે આ નિયમ અને રાજ્ય સરકારની ફેબ્રુઆરી 18, 2023ની સૂચના રદ કરી. કોર્ટે કહ્યું કે સમાન તકો પૂરી પાડવા માટે રાજ્યે સકારાત્મક પગલાં લેવા જોઈએ.
ADVERTISEMENT
ન્યાયતંત્રમાં સમાન હકોની વકાલત
ચુકાદા દરમિયાન, જસ્ટિસ મહાદેવને કહ્યું, "કોઈપણ વ્યક્તિને માત્ર શારીરિક અક્ષમતાના આધારે ન્યાયિક સેવાઓમાં સામેલ થવાથી વંચિત કરવી નહીં." સુપ્રીમ કોર્ટે વધુમાં જણાવ્યું, "PWD ઉમેદવારો માટે કટઑફના નિયમો સમાન હકોનો ભંગ કરે છે. અક્ષમ લોકોને ન્યાયિક સેવાઓથી દૂર રાખે તેવા પ્રત્યક્ષ કે પરોક્ષ ભેદભાવને રદ્દ કરવા જોઈએ."
અરજદાર અને અન્ય ઉમેદવારોના હકો
સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે અરજદાર અને ઉમેદવારો, જેમણે આ ભરતી પ્રક્રિયામાં ભાગ લીધો છે, તેઓને આ ચુકાદા મુજબ સમાન હકો મળશે. જો તેઓ આ પદ માટે લાયક હશે, તો તેમની નિમણૂક થશે.
દિવ્યાંગ ઉમેદવારો માટે સકારાત્મક પગલાં ભરવા જોઈએ
સુપ્રીમ કોર્ટના આ ઐતિહાસિક ચુકાદા પ્રમાણે, રાજ્યોને પ્રજ્ઞાચક્ષુ અને અન્ય દિવ્યાંગ લોકો માટે ન્યાયતંત્રમાં તક આપવા સતત પ્રયત્નો કરવા પડશે. આ નિર્ણય અન્ય રાજ્યો માટે પણ માર્ગદર્શક બનશે અને દિવ્યાંગ વ્યક્તિઓ માટે નવી તકો ઉભી કરશે. કોર્ટે આ મુદ્દાને "સૌથી મહત્વપૂર્ણ" ગણાવ્યો અને કહ્યું કે તે સુનંદા ભંડારીના કેસ, ઇન્દ્રા સાહની બંધારણીય માળખું અને અન્ય ઘણા ચુકાદાઓની ચર્ચા કર્યા પછી આ નિષ્કર્ષ પર આવ્યો છે.
આ ચુકાદાનો સાર:
મધ્યપ્રદેશમાં પ્રજ્ઞાચક્ષુ અને અન્ય નિશક્ત ઉમેદવારો માટે ન્યાયતંત્રના દરવાજા ખુલ્યા.
શારીરિક અક્ષમતા ધરાવનાર વ્યક્તિને ન્યાયિક સેવા માટે અયોગ્ય નહીં ગણાય.
રાજ્યોએ દિવ્યાંગ લોકો માટે સમાન તકો ઉપલબ્ધ કરવી પડશે.
આ નિર્ણય અન્ય રાજ્યો માટે પણ દિશા નિર્દેશરૂપ થશે.
દિવ્યાંગ લોકો માટે આ એક મજબૂત સંદેશ છે કે તેઓ સમાન હકો માટે લડી શકે.
તાજેતરમાં મહારાષ્ટ્રમાં બાકી રહેલી બીએમસીની ચૂંટણી (BMC Elections)ઓ સંબંધિત અરજીઓની સુનાવણી ફરીથી સુપ્રીમ કોર્ટમાં મુલતવી રાખવામાં આવી છે. હવે આગામી સુનાવણી 4 માર્ચના રોજ થવાની છે. ચૂંટણી પંચના ટોચના અધિકારીઓએ આ બાબતે માહિતી આપતાં જણાવ્યુ હતું કે સુનાવણી પછી પરિણામ જાહેર કરવામાં આવે ત્યારે ચૂંટણીની તૈયારીમાં ઓછામાં ઓછા 90 દિવસ લાગી શકે છે.


