Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > મુક્ત અને ન્યાયી ચૂંટણીને ગેરકાયદે રીતે અસર પહોંચાડવામાં આવે ત્યારે કોર્ટ હસ્તક્ષેપ કરી શકે: SC

મુક્ત અને ન્યાયી ચૂંટણીને ગેરકાયદે રીતે અસર પહોંચાડવામાં આવે ત્યારે કોર્ટ હસ્તક્ષેપ કરી શકે: SC

Published : 23 October, 2026 10:21 AM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પાર્ટી દ્વારા રજૂ કરવામાં આવેલી વિડિયો-ક્લિપ્સ અને અન્ય દસ્તાવેજી પુરાવાઓને જોઈને કોર્ટે આ નિર્ણય લીધો હતો.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે મુક્ત અને ન્યાયી ચૂંટણીને ગેરકાયદે રીતે અસર પહોંચાડવામાં આવે ત્યારે કોર્ટ એમાં હસ્તક્ષેપ કરી શકે છે. જસ્ટિસ જૉયમાલ્યા બાગચી અને જસ્ટિસ વી. મોહનાની બેન્ચે આંધ્ર પ્રદેશના મુખ્ય વિપક્ષ યુવજન શ્રમિક રાયથુ કૉન્ગ્રેસ પાર્ટી (YSRCP)ને મોટી રાહત આપતાં આ મહત્ત્વની ટિપ્પણી કરી હતી. પાર્ટીએ ગંભીર આરોપ લગાવ્યો હતો કે હિંસાને કારણે તેમના બે-તૃતીયાંશ ઉમેદવારો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પોતાની ઉમેદવારી નોંધાવી શક્યા નથી. 
આ ગંભીર ફરિયાદોને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે આંધ્ર પ્રદેશ સ્ટેટ ઇલેક્શન કમિશન (SEC)ને ઉમેદવારી નોંધાવવાની સમયમર્યાદા લંબાવવાની માગણી પર યોગ્ય વિચારણા કરવાનો આદેશ આપ્યો હતો. આ ઉપરાંત કોર્ટે ફાઇનલ ઉમેદવારોની યાદી જે અગાઉ ૨૧ ઑક્ટોબરે જાહેર થવાની હતી એને હવે ૨૩ ઑક્ટોબર સુધી મુલતવી રાખવાનો પણ સ્પષ્ટ આદેશ આપ્યો હતો. અગાઉ આંધ્ર પ્રદેશ હાઈ કોર્ટે ૧૫ ઑક્ટોબરે આ અરજી ફગાવી દીધી હતી.
સુપ્રીમ કોર્ટે નોંધ્યું હતું કે મુક્ત અને ન્યાયી ચૂંટણી બંધારણનું મૂળભૂત માળખું છે અને ઉમેદવારીપત્ર ભરવાનો અધિકાર એનો અત્યંત મહત્ત્વનો ભાગ છે. પાર્ટી દ્વારા રજૂ કરવામાં આવેલી વિડિયો-ક્લિપ્સ અને અન્ય દસ્તાવેજી પુરાવાઓને જોઈને કોર્ટે આ નિર્ણય લીધો હતો.

CJPના નેતાઓ ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ હાજર ન થયા, પોલીસ નવેસરથી નોટિસ ફટકારશે



દિલ્હીમાં કૉક્રૉચ જનતા પાર્ટી (CJP)ના નેતાઓ સૌરવ દાસ અને આશુતોષ રાંકા ગુરુવારે દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ પૂછપરછ માટે હાજર રહ્યા નહોતા. પોલીસે તેમને રાજૌરી ગાર્ડનસ્થિત પોતાની ઑફિસમાં હાજર થવા માટે સમન્સ પાઠવ્યું હતું, પરંતુ બન્ને નેતાઓએ પોલીસ પાસે વધુ સમયની માગણી કરી હતી. આ કારણસર હવે પોલીસ દ્વારા તેમને નવેસરથી નવી નોટિસ ફટકારવામાં આવશે. ઉલ્લેખનીય છે કે એક દિવસ અગાઉ જ દિલ્હીની સ્પેશ્યલ એક્ઝિક્યુટિવ મૅજિસ્ટ્રેટ (SEM) કોર્ટે બન્ને નેતાઓને ૫૦,૦૦૦ રૂપિયાના પર્સનલ બૉન્ડ પર જામીન આપીને મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

23 October, 2026 10:21 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK