Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > Air Indiaમાં શરમજનક ઘટના, નશામાં ધૂત વ્યક્તિએ ફ્લાઈટમાં મહિલા પર કર્યો પેશાબ

Air Indiaમાં શરમજનક ઘટના, નશામાં ધૂત વ્યક્તિએ ફ્લાઈટમાં મહિલા પર કર્યો પેશાબ

Published : 04 January, 2023 11:43 AM | Modified : 04 January, 2023 12:10 PM | IST | Delhi
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

પ્લેનમાં નશામાં ધૂત વ્યક્તિએ એવું શરમજનક કૃત્ય કર્યું કે બધા જોતા જ રહી ગયા. તેણે બિઝનેસ ક્લાસમાં બેઠેલી 70 વર્ષની મહિલા પર પેશાબ કર્યો હતો.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ન્યૂયોર્ક(New York)થી દિલ્હી (Delhi)જતી એર ઈન્ડિયા(Air India)ની ફ્લાઈટમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પ્લેનમાં નશામાં ધૂત વ્યક્તિએ એવું શરમજનક કૃત્ય કર્યું કે બધા જોતા જ રહી ગયા. તેણે બિઝનેસ ક્લાસમાં બેઠેલી 70 વર્ષની મહિલા પર પેશાબ કર્યો હતો. આરોપ છે કે મહિલાની ફરિયાદ બાદ પણ કેબિન ક્રૂ મેમ્બર્સ દ્વારા વ્યક્તિ વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આ પછી મહિલાએ ટાટા ગ્રુપના ચેરમેન એન. ચંદ્રશેખરનને પત્ર લખવામાં આવ્યો છે, ત્યારબાદ જ મામલાની તપાસ શરૂ થઈ છે.


મીડિયા રિપોર્ટ અનુસાર આ ઘટના 26 નવેમ્બર 2022ની છે. મહિલાએ તેના પત્રમાં લખ્યું છે કે પ્લેનમાં ક્રૂ મેમ્બર્સ મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરવા માટે સજાગ ન હતા. એરલાઈન્સ દ્વારા તેમની સલામતી અને સુવિધા સુનિશ્ચિત કરવા માટે કોઈ પગલાં લેવામાં આવ્યા ન હતા, એમ તેમણે જણાવ્યું હતું.



શું છે સમગ્ર મામલો
મહિલાએ તેના પત્રમાં જણાવ્યું છે કે તે ન્યૂયોર્કના જ્હોન એફ કેનેડી એરપોર્ટથી દિલ્હી જવા માટે એર ઈન્ડિયાની ફ્લાઈટ AI-102માં મુસાફરી કરી રહી હતી. લંચ પછી વિમાનની લાઈટો બંધ થઈ ગઈ. આ દરમિયાન એક નશામાં ધૂત વ્યક્તિ સીટ પાસે આવ્યો અને મારા પર પેશાબ કર્યો. આ પછી પણ તે વ્યક્તિ મારી પાસે ઉભો રહ્યો. સહ-પ્રવાસીએ કહ્યું પછી તે ત્યાંથી હટાવ્યો.


આ પણ વાંચો:Air India Express પ્લેનમાં મળ્યો સાપ, કેરળથી દુબઈ પહોંચી હતી ફ્લાઈટ

જંતુનાશક દવાનો છંટકાવ કરીને એર હોસ્ટેસ નીકળી ગઈ
મહિલાએ જણાવ્યું કે, ઘટના બાદ તેના કપડા, બેગ, જૂતા પેશાબથી સંપૂર્ણપણે ભીંજાઈ ગયા હતા. તેણે આ અંગે ક્રૂ મેમ્બર્સને જાણ કરી, ત્યારબાદ એર હોસ્ટેસ આવી અને જંતુનાશક દવાનો છંટકાવ કરીને જતી રહી. થોડા સમય પછી તેને પાયજામા અને ડિસ્પોઝેબલ ચપ્પલની જોડી આપવામાં આવી. મહિલાએ કહ્યું, પેશાબ કરનાર વ્યક્તિ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. દિલ્હી એરપોર્ટ પર ઉતર્યા બાદ તે વ્યક્તિ ત્યાંથી નીકળી ગયો હતો.


આ પણ વાંચો:સંબંધ તોડ્યો તો તૂટ્યુ શરીર, યુવકે યુવતીની ગરદન, પેટ ને હાથ પર માર્યા છરીના ઘા

એર ઈન્ડિયાએ FIR નોંધાવી
ટાટા ગ્રુપના ચેરમેનને પત્ર લખ્યા બાદ એર ઈન્ડિયા કાર્યવાહીના મૂડમાં છે. એક અધિકારીએ જણાવ્યું કે, 26 નવેમ્બરે બનેલી આ ઘટનાના સંબંધમાં પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ સિવાય એર ઈન્ડિયા દ્વારા આ ઘટનાની તપાસ માટે એક આંતરિક સમિતિની પણ રચના કરવામાં આવી છે અને પુરુષ મુસાફરને `નો-ફ્લાય લિસ્ટ`માં મૂકવાની ભલામણ કરવામાં આવી છે.

Whatsapp-channel Whatsapp-channel

04 January, 2023 12:10 PM IST | Delhi | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK