ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા હવે RTOનો ધક્કો ખાવો નહીં પડે, ઍપ્લિકેશન ઑનલાઇન થઈ જશે
પ્રતીકાત્મક તસવીર
ભારત સરકારે ડ્રાઇવિંગ લાઇસન્સ આપવાની પ્રક્રિયામાં મહત્ત્વના ફેરફાર કર્યા છે જેમાં હવે લાઇસન્સ મેળવવા ઇચ્છતા લોકોને વારંવાર રીજનલ ટ્રાન્સપોર્ટેશન ઑફિસ (RTO)ના ધક્કા નહીં ખાવા પડે. ૨૦૨૪ના નવા ડ્રાઇવિંગ લાઇસન્સ નિયમ અનુસાર RTOને બદલે હવે પ્રાઇવેટ સંસ્થાઓને ડ્રાઇવિંગ ટેસ્ટ લેવા અને લાઇસન્સ સર્ટિફિકેટ ઇશ્યુ કરવાની સત્તા આપવામાં આવશે. જે લોકો આવી સંસ્થાઓ ચલાવી રહ્યા છે કે નવું સેન્ટર ખોલવા માગે છે તેમણે નિર્ધારિત માપદંડો પૂરા કરવા પડશે.
આ ઉપરાંત ઉમેદવારો લાઇસન્સ ઍપ્લિકેશન માટે RTOમાં રૂબરૂ જવાને બદલે ઑનલાઇન સમગ્ર પ્રોસેસ પૂરી કરી શકશે. ઓછામાં ઓછી ૧૮ વર્ષની ઉંમર ધરાવતા લોકો વેબસાઇટ પર જરૂરી દસ્તાવેજો અપલોડ કરીને ઑનલાઇન પેમેન્ટ કરી શકશે. એ પછી ડ્રાઇવિંગ સ્કિલ વેરિફાય કરવા માટે RTO જવાનું રહેશે અને યોગ્ય ઉમેદવારોને લાઇસન્સ આપવામાં આવશે. નવા નિયમમાં રોડ-સેફ્ટી વધારવા અને પ્રદૂષણ ઓછું કરવાના હેતુથી ઘણાં સંશોધન કરવામાં આવશે જે આગામી ૧ જૂનથી લાગુ થશે. ડ્રાઇવિંગ લાઇસન્સ નિયમોના ઉલ્લંઘન બદલ ૧ લાખ રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવશે.
ADVERTISEMENT
નવા નિયમો મુજબ ફીનું સ્ટ્રક્ચર |
|
ડ્રાઇવિંગ લાઇસન્સનો પ્રકાર |
ફી |
લર્નર લાઇસન્સ |
૨૦૦ |
લર્નર લાઇસન્સ રિન્યુઅલ |
૨૦૦ |
આંતરરાષ્ટ્રીય લાઇસન્સ |
૧૦૦૦ |
કાયમી લાઇસન્સ |
૨૦૦ |
કાયમી લાઇસન્સ રિન્યુઅલ |
૨૦૦ |
ડ્રાઇવિંગ સ્કૂલ માટે લાઇસન્સ ઇશ્યુ અને રિન્યુઅલ |
૧૦,૦૦૦ |

