વડા પ્રધાનને રાખડી બાંધીને ભાવના ગવળીએ કહ્યું…
ભાવના ગવળીએ ગઈ કાલે દર વર્ષની જેમ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને રાખડી બાંધી
શિવસેનાનાં મહારાષ્ટ્ર વિધાન પરિષદનાં સભ્ય અને ભૂતપૂર્વ સંસદસભ્ય ભાવના ગવળીએ ગઈ કાલે દર વર્ષની જેમ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને રાખડી બાંધીને રક્ષાબંધનની ઉજવણી કરી હતી. ભાવના ગવળીએ કહ્યું હતું કે ‘રાખડી બાંધીને બહેન ભાઈની રક્ષાની કામના કરે છે એવી રીતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મેં દર વર્ષની જેમ આ વખતે પણ રાખડી બાંધી છે. એક ભાઈ તરીકે હું તેમને રાખડી બાંધું છું, પણ દેશની કરોડો બહેનોના તેઓ ભાઈ છે. દેશની આટલી મોટી સંખ્યામાં રહેતી મહિલાઓ માટે સારો વિચાર કરનારી વ્યક્તિ નરેન્દ્ર મોદી છે. મોદી મહિલાના ભાઈ અને પિતા પણ છે. તેમણે લીધેલા નિર્ણયથી મહિલાઓના જીવનમાં ઘણો સુધારો થયો છે.’
નરેન્દ્ર મોદીને આ રાખડી સૌથી વધુ ગમી હશે
ADVERTISEMENT


ગઈ કાલે દિલ્હીમાં અનેક બાળાઓએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને રાખડી બાંધી હતી એમાં એક રાખડી ‘એક પેડ મા કે નામ’ની પણ હતી. ઉલ્લેખનીય છે કે વડા પ્રધાને દેશવાસીઓને માતાના નામે એક વૃક્ષ વાવવાની હાકલ કરી છે.
રાષ્ટ્રપતિની સ્પેશ્યલ રક્ષાબંધન
પ્રેસિડન્ટ દ્રૌપદી મુર્મુએ ગઈ કાલે રાષ્ટ્રપતિભવનમાં એક દિવ્યાંગ બાળકને રાખડી બાંધીને રક્ષાબંધનનો તહેવાર ઊજવ્યો હતો.


