Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > કફ સિરપ પીને સૂતા બાદ ક્યારેય જાગ્યા જ નહીં, મફતની દવાએ લીધો 9 બાળકોનો ભોગ

કફ સિરપ પીને સૂતા બાદ ક્યારેય જાગ્યા જ નહીં, મફતની દવાએ લીધો 9 બાળકોનો ભોગ

Published : 03 October, 2025 02:34 PM | IST | Rajasthan
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

વૈરા કોમ્યુનિટી હેલ્થ સેન્ટરના ઇન્ચાર્જ ડૉ. બીપી શર્માએ ઘટનાની પુષ્ટિ કરી અને કહ્યું કે બાળકને એન્ટિબાયોટિક ગોળીઓ અને કફ સીરપ આપવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ્સ બાદ, આ સીરપનું વિતરણ બંધ કરી દેવામાં આવ્યું છે અને તપાસ ચાલી રહી છે.

કફ સિરપ (પ્રતીકાત્મક તસવીર)

કફ સિરપ (પ્રતીકાત્મક તસવીર)


રાજસ્થાનમાં, સરકારી હોસ્પિટલોમાં મફત દવા યોજના હેઠળ આપવામાં આવતી કફ સિરપના કારણે બાળકોના સ્વાસ્થ્ય બગડવાના અને મૃત્યુના કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે. સીકર અને ભરતપુરમાં અગાઉના કેસ બાદ, ભરતપુર જિલ્લાના વૈરા વિસ્તારમાં એક 2 વર્ષના બાળકનું મૃત્યુ થયું છે. પરિવારના સભ્યોનો આરોપ છે કે સરકારી હોસ્પિટલ દ્વારા આપવામાં આવતી કફ સિરપ ખાધા પછી બાળકની તબિયત બગડી હતી અને તેનું મોત જયપુરની જેકે લોન હોસ્પિટલમાં થયું હતું.

રાજસ્થાનમાં સરકારી હોસ્પિટલોમાં મફત દવા યોજના હેઠળ આપવામાં આવતી કફ સિરપને લઈને વિવાદ વધુ ઘેરો બની રહ્યો છે. સીકર અને ભરતપુરમાં બાળકોના સ્વાસ્થ્ય બગડવાના કિસ્સાઓ પહેલાથી જ નોંધાયા છે. હવે, ભરતપુર જિલ્લાના વૈરા વિસ્તારમાં એક નવો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં કફ સિરપ ખાધા પછી 2 વર્ષના બાળકનું મૃત્યુ થયું છે.



આ ઘટના વૈરા તાલુકાના લુહાસા ગામમાં બની છે. મૃતક બાળકના પિતા નિહાલ સિંહે જણાવ્યું હતું કે તેમના બે પુત્રો છે: મોટો પુત્ર થાન સિંહ (5 વર્ષ) અને નાનો પુત્ર તીર્થરાજ (2 વર્ષ). 23 સપ્ટેમ્બરના રોજ, બંને બાળકોને ઉધરસ અને શરદીની ફરિયાદ બાદ વૈરા કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં લઈ જવામાં આવ્યા હતા. ડૉ. બબલુ મુદગલે અન્ય દવાઓ સાથે કફ સીરપ લખી આપ્યું હતું. પરિવાર બાળકોને ઘરે લાવ્યો અને નાના પુત્ર તીર્થરાજને સીરપ પીવડાવ્યું. સીરપ પીધા પછી બાળક સૂઈ ગયો પરંતુ ચાર કલાક સુધી ભાનમાં ન આવ્યો.


બાળકનું હોસ્પિટલમાં મૃત્યુ થયું
બાળકની હાલત વધુ ખરાબ થતાં, તેને વૈરા સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો અને પછી ભરતપુર હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો. જ્યારે તેની હાલતમાં કોઈ સુધારો ન થયો, ત્યારે તેને 24 સપ્ટેમ્બરની સાંજે જયપુરની જેકે લોન હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો, જ્યાં 27 સપ્ટેમ્બરની સવારે ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો.

વૈરા કોમ્યુનિટી હેલ્થ સેન્ટરના ઇન્ચાર્જ ડૉ. બીપી શર્માએ ઘટનાની પુષ્ટિ કરી અને કહ્યું કે બાળકને એન્ટિબાયોટિક ગોળીઓ અને કફ સીરપ આપવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ્સ બાદ, આ સીરપનું વિતરણ બંધ કરી દેવામાં આવ્યું છે અને તપાસ ચાલી રહી છે.


પરિવારે કરી કાર્યવાહીની માગ
પરિવારનો આરોપ છે કે સીરપ પીધા પછી બાળકની તબિયત બગડી હતી. તેમણે કહ્યું કે જ્યારે રાજ્યમાં કફ સીરપથી બાળકો બીમાર પડ્યા અને મૃત્યુ પામ્યાના અહેવાલો સામે આવ્યા ત્યારે જ તેમને ખ્યાલ આવ્યો કે તેમના બાળકની સ્થિતિ પણ આ જ કારણસર બગડી છે.

આ કિસ્સો આરોગ્ય વિભાગ અને રાજસ્થાનની સરકારી હોસ્પિટલોમાં ઉપલબ્ધ દવાઓની ગુણવત્તા પર ગંભીર પ્રશ્નો ઉભા કરે છે. સતત બનતા કિસ્સાઓએ ગ્રામજનો અને દર્દીઓમાં ભય પેદા કર્યો છે. પરિવાર હવે ગુનેગારો સામે કડક કાર્યવાહી અને સીરપની સંપૂર્ણ તપાસની માંગ કરી રહ્યો છે.

Whatsapp-channel Whatsapp-channel

03 October, 2025 02:34 PM IST | Rajasthan | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK