તમામ પૅસેન્જર ટ્રેન શરૂ કરવાના મામલે રેલવેએ હજી કોઈ તારીખ નક્કી કરી નથી
પ્રતીકાત્મક તસવીર
એપ્રિલ મહિનાથી પેસેન્જર ટ્રેનો પૂર્ણપણે શરૂ કરાશે એવા મીડિયામાં પ્રકાશિત અહેવાલોને ગઈ કાલે ભારતીય રેલવેએ રદિયો આપ્યો હતો. મીડિયામાં શ્રેણીબંધ રિપોર્ટ્સ પ્રકાશિત કરવામાં આવી રહ્યા છે, જેમાં એપ્રિલ મહિનાથી પેસેન્જર ટ્રેનો પૂર્ણપણે શરૂ કરવામાં આવનાર હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ સંદર્ભે છેલ્લા કેટલાક દિવસથી મીડિયામાં સ્પષ્ટતા પણ આપવામાં આવી રહી છે, જેમાં ભારપૂર્વક જણાવવામાં આવી રહ્યું છે કે પેસેન્જર ટ્રેનો શરૂ કરવા માટે કોઈ ચોક્કસ તારીખ ઠરાવવામાં આવી નથી એમ ભારતીય રેલવેના સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે.
રેલવે તબક્કાવાર રીતે ટ્રેન સર્વિસની સંખ્યામાં વધારો કરી રહી છે. હાલમાં ૬૫ ટકા ટ્રેનો દોડાવવામાં આવી રહી છે જેમાંની ૨૫૦ કરતાં વધુ ટ્રેનો જાન્યુઆરીમાં જ ઉમેરવામાં આવી હોવાનું જણાવતાં પેસેન્જર ટ્રેનો પૂર્ણપણે શરૂ થવા સંબંધી નિર્ણય લેવાતાં જ મીડિયા અને જનતાને તેની જાણ કરાશે એમ કહેવામાં આવ્યું હતું.

