કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરના ૫૪ વર્ષના મુખ્ય પ્રધાન ઓમર અબદુલ્લાએ ગઈ કાલે દલ લેક ફરતે યોજાયેલી કાશ્મીર મૅરથૉનમાં ભાગ લીધો હતો
કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરના ૫૪ વર્ષના મુખ્ય પ્રધાન ઓમર અબદુલ્લાએ ગઈ કાલે દલ લેક ફરતે યોજાયેલી કાશ્મીર મૅરથૉનમાં ભાગ લીધો
કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરના ૫૪ વર્ષના મુખ્ય પ્રધાન ઓમર અબદુલ્લાએ ગઈ કાલે દલ લેક ફરતે યોજાયેલી કાશ્મીર મૅરથૉનમાં ભાગ લીધો હતો અને ૨૧ કિલોમીટરની હાફ મૅરથૉન બે કલાક ચાર મિનિટ ૫૭ સેકન્ડમાં પૂરી કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ‘પાંચ મિનિટ ૫૪ સેકન્ડમાં એક કિલોમીટરના હિસાબે આ મૅરથૉન મેં પૂરી કરી હતી. હું કદી જીવનમાં ૧૩ કિલોમીટરથી વધારે દોડ્યો નથી, પણ મૅરથૉનમાં આટલું અંતર પૂરું કર્યું છે. આ માટે મેં કોઈ પ્રૉપર ટ્રેઇનિંગ લીધી નથી. રસ્તામાં કેળાં અને થોડાં ખજૂર ખાધાં હતાં.’

