Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > આર્મી ઓફિસરની મંગેતરનું પોલીસ સ્ટેશનમાં જ જાતીય શોષણ, પાંચ અધિકારી સસ્પેન્ડ

આર્મી ઓફિસરની મંગેતરનું પોલીસ સ્ટેશનમાં જ જાતીય શોષણ, પાંચ અધિકારી સસ્પેન્ડ

Published : 20 September, 2024 03:14 PM | IST | Bhubaneswar
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Odisha Sexual Crime News: મહિલાએ આરોપ લગાવ્યો હતો કે તેને પોલીસ સ્ટેશનના એક રૂમમાં લઇજવામાં આવીને તેનું યૌન શોષણ કરવામાં આવ્યું હતું.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)


ઓડિશાના ભુવનેશ્વરના ભરતપુર પોલીસ સ્ટેશનમાં (Odisha Sexual Crime News) એક આર્મી ઓફિસરની મંગેતર સાથે કથિત રીતે જાતીય શોષણનો થયા હોવાની ઘટના સામે આવી છે. કથિત રીતે જાતીય શોષણનો ભોગ બનેલા આર્મી ઓફિસર અને તેની મંગેતર દ્વારા આ ઘટનાની અનેક એકદમ ચોંકાવનારી વિગતો જાહેર કરવામાં આવી છે. આ ઘટના ત્યારે બની જ્યારે બન્ને 14 સપ્ટેમ્બરના રોજ ભુવનેશ્વરમાં ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે અમુક બદમાશો સાથે રસ્તા પર વિવાદ થયો હતો આ અંગે સામે ફરિયાદ નોંધાવવા પોલીસ સ્ટેશનમાં ગયા હતા.


પોલીસ દ્વારા ધરપકડ કરાયેલી મહિલાને ગુરુવારે ઓડિશા હાઈ કોર્ટ (Odisha Sexual Crime News) દ્વારા આરોપોની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જામીન આપવામાં આવ્યા હતા. આ ઘટના સામે દેશભરમાં આક્રોશ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે જેને પગલે ઓડિશા પોલીસે ભરતપુર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર-ઇન્ચાર્જ સહિત પાંચ અધિકારીઓને સસ્પેન્ડ કર્યા હતા. એક સાંજે આર્મી ઓફિસર અને તેની મંગેતર માટે દુઃસ્વપ્ન બની ગઈ જ્યારે તેઓ ભુવનેશ્વરમાં ઘરે પરત ફરી રહ્યા હતા. અજાણ્યા ગુંડાઓના ટોળાએ અચાનક દંપતીનો પીછો કર્યો હતો. તેમની સલામતીના ડરથી તેઓ નજીકના પોલીસ સ્ટેશન તરફ દોડી ગયા. નિ:શ્વાસ અને ડરી ગયેલા પીડિત કપલ ફરિયાદ નોંધાવવા પોલીસ સ્ટેશન પહોંચ્યું હતું.



 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Mid-Day Gujarati (@middaygujarati)


આ ઘટના બાદ દંપતીએ આક્ષેપ કર્યો હતો કે પોલીસ અધિકારીઓ (Odisha Sexual Crime News) દ્વારા તેમની પર નિર્દયતાથી હુમલો કરવામાં આવ્યો હતો. મહિલાએ આરોપ લગાવ્યો હતો કે તેને પોલીસ સ્ટેશનના એક રૂમમાં લઇજવામાં આવીને તેનું યૌન શોષણ કરવામાં આવ્યું હતું અને શારીરિક ત્રાસ આપવામાં આવ્યો હતો. પીડિતાએ આગળ કહ્યું કે તેના પગ સ્કાર્ફથી બાંધેલા હતા અને તેના હાથ તેના પોતાના જેકેટથી બંધાયેલા હતા. ત્યારબાદ વાળ પકડીને કોરિડોરમાં ખેંચવામાં આવી હતી. પોતાનો બચાવ કરવાના ભયાવહ પ્રયાસમાં, મહિલાએ એક અધિકારીને બચકું ભર્યું હતું. ત્યારબાદ પોલીસ અધિકારીઓએ તેની ધરપકડ કરી હતી અને તેના પતિને લોકઅપમાં ધકેલી દેવામાં આવ્યો હતો.


ભારતીય સેનાને આ ઘટના વિશે જાણ થયા બાદ તેમણે આ મામલે કડક કાર્યવાહી (Odisha Sexual Crime News) કરવા માટે સરકાર સમક્ષ માગણી કરી હતી. જેથી આ મામલે વધી રહેલા દબાણ અને આક્રોશના જવાબમાં સરકારે કેસને ક્રાઈમ ઈન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ (CID)ને ટ્રાન્સફર કર્યો હતો. પોલીસ દ્વારા હુમલા અને ગેરવર્તણૂકની ગંભીરતાને સ્વીકારીને ઉચ્ચ સ્તરીય તપાસનો આદેશ આપવામાં આવ્યો હતો. તપાસ આગળ વધતાં હુમલામાં સામેલ પાંચ પોલીસ અધિકારીઓની બદલી કરવામાં આવી અને ત્યારબાદ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ઓડિશા હાઈ કોર્ટે પીડિત મહિલાને પણ જામીન આપ્યા હતા.

મહિલા, હજુ પણ તેની શારીરિક ઇજાઓ અને ભાવનાત્મક આઘાતમાંથી સ્વસ્થ થઈ રહી હતી, આખરે કસ્ટડીમાંથી તેને મુક્ત કરવામાં આવી હતી. મહિલાની મુક્તિ પર, તેણે મીડિયા સમક્ષ (Odisha Sexual Crime News) આ ઘટનાનું વર્ણન કર્યું હતું. મહિલાના જડબા સહિત શરીર પણ તેને ઘણી ઇજાઓ થઈ હતી. આર્મી ઓફિસરે સારવાર દરમિયાન ફરિયાદ નોંધાવ્યા બાદ પાંચ પોલીસ અધિકારીઓ સામે સત્તાવાર રીતે FIR દાખલ કરવામાં આવી હતી.

Whatsapp-channel Whatsapp-channel

20 September, 2024 03:14 PM IST | Bhubaneswar | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK