ડૉ. ઉમર નબીના અવશેષો રાજધાની દિલ્હીની લોકનાયક હૉસ્પિટલના શબઘરમાં રાખવામાં આવ્યા છે
ડૉ. ઉમર નબી
લાલ કિલ્લા પાસે થયેલા વિસ્ફોટના આત્મઘાતી બૉમ્બર ડૉ. ઉમર નબીના અવશેષો રાજધાની દિલ્હીની લોકનાયક હૉસ્પિટલના શબઘરમાં રાખવામાં આવ્યા છે, પણ હજી સુધી આ અવશેષ લેવા માટે કોઈ આવ્યું નથી. અવશેષમાં એક પગનો ટુકડો અને માંસના કેટલાક ટુકડા સામેલ છે, પરંતુ કોઈ એનો દાવો કરવા માટે આગળ આવ્યું નથી. હૉસ્પિટલના અધિકારીઓનું કહેવું છે કે પરિવારે એને સ્વીકારવાનો ઇનકાર કર્યો છે.
કાશ્મીરના પુલવામાનો રહેવાસી ઉમર નબી કોઈ સામાન્ય માણસ નહોતો. તેણે ૨૦૧૭માં શ્રીનગરની સરકારી મેડિકલ કૉલેજમાંથી ડૉક્ટરીનો અભ્યાસ પૂરો કર્યો હતો. તે અપરિણીત હતો અને ફરીદાબાદની અલ-ફલાહ યુનિવર્સિટીમાં સહાયક પ્રોફેસર તરીકે કામ કરતો હતો. છેલ્લાં કેટલાંક વર્ષોમાં તેણે શ્રીનગર, અનંતનાગ અને ફરીદાબાદની હૉસ્પિટલોમાં કામ કર્યું હતું. જોકે તેના મનમાં એક ખતરનાક કાવતરું હતું.
ADVERTISEMENT
વિસ્ફોટ પછી કારના કાટમાળમાંથી એક પગનો ટુકડો મળી આવ્યો હતો. ડૉ. ઉમર પર શંકા જતાં તેની માતા અને ભાઈને પુલવામાથી દિલ્હી બોલાવવામાં આવ્યાં હતાં અને તેમનાં સૅમ્પલો લઈને મળેલા પગ સાથે મૅચ કરવામાં આવ્યાં હતાં. એ મૅચ થયાં છે, પણ પરિવાર તેના અવશેષ લેવા પહોંચ્યો નથી.


