Vande Bharat Expressના નેટવર્કમાં વધુ એક રૂટ ઉમેરાવા જઇ રહ્યો છે. હવે ગોવાના મડગાંવ અને બેંગલુરુના યશવંતપુર વચ્ચે નવી વંદે ભારત એક્સપ્રેસ ચલાવવાની મંજૂરી આપવામાં આવી છે.
ફાઇલ તસવીર
ઇન્ડિયન રેલવેની સૌથી પ્રીમિયમ અને આધુનિક ટ્રેન ગણાતી `વંદે ભારત એક્સપ્રેસ` (Vande Bharat Express)ના નેટવર્કમાં વધુ એક રૂટ ઉમેરાવા જઇ રહ્યો છે. હવે ગોવાના મડગાંવ અને બેંગલુરુના યશવંતપુર વચ્ચે નવી વંદે ભારત એક્સપ્રેસ ચલાવવાની મંજૂરી આપવામાં આવી છે. સતત પ્રવાસીઓની વધતી જતી ડિમાન્ડ અને કનેક્ટિવિટી વધારવાના હેતુસર રેલવે બોર્ડના કોચિંગ ડિરેક્ટોરેટે મડગાંવ અને યશવંતપુર વચ્ચે નવી વંદે ભારત ટ્રેનને મંજૂરી આપી છે.
તમને જણાવી દઈએ કે ગોવા એ દેશ-વિદેશના ટૂરિસ્ટો માટે આકર્ષણનું કેન્દ્ર (Vande Bharat Express) રહ્યું છે, અહીં વર્ષભર મોટી સંખ્યામાં મુલાકાતીઓ આવતા હોય છે. મડગાંવ એ ગોવાનું મુખ્ય રેલવેસ્ટેશન હોઇ હવે આ નવા રુટની શરૂઆત કરવામાં આવી છે. પ્રાપ્ત રિપોર્ટ્સ અનુસાર આ નવી વંદે ભારત ટ્રેન શરૂ થવાની સાથે ૧૫મી નવેમ્બરથી મડગાંવ અને મંગલુરુ સેન્ટ્રલ વચ્ચે ચાલતી ટ્રેન નંબર 20645/46 વંદે ભારત એક્સપ્રેસને બંધ કરવામાં આવનાર છે. રેલવેબોર્ડના જણાવ્યા અનુસાર બંને ટ્રેનો એક જ રુટ પરથી પસાર થતી હોવાથી બે અલગ-અલગ વંદે ભારત ચલાવવાનો કોઈ અર્થ નથી. તેથી જૂની ટ્રેન-સર્વિસને આ નવા લંબાયેલા રૂટમાં જ સામેલ કરવામાં આવી છે.
ADVERTISEMENT
હવે નવી વંદે ભારત (Vande Bharat Express) ટ્રેન 26655/56 અઠવાડિયામાં છ દિવસ દોડશે. આ ટ્રેન મડગાંવથી સવારે ૮.૨૦ વાગ્યે ઊપડશે અને વિવિધ સ્ટેશનો પરથી પસાર થઈને રાત્રે ૯.૧૫ વાગ્યે યશવંતપુર પહોંચશે. જ્યાં ગુરુવારે આ સેવા બંધ રહેશે. રિટર્નની સફરમાં ટ્રેન યશવંતપુરથી સવારે ૭.૩૫ વાગ્યે ઊપડશે અને રાત્રે ૮.૫૫ વાગ્યે મડગાંવ પહોંચશે. જ્યાં બુધવારે આ સેવા બંધ રહેશે.
આ નવી વંદે ભારત એક્સપ્રેસ (Vande Bharat Express)ના કારવાર, ગોકર્ણ રોડ, મુરડેશ્વર, મુકામ્બિકા રોડ, બાયંદૂર, કુંદાપુરા, ઉડુપી, મંગલુરુ જંક્શન, કાબકા પુત્તુર, સુબ્રમણ્ય રોડ, સકલેશપુર, હાસન અને શ્રવણબેળગોળા વગેરે સ્ટેશનો પર હૉલ્ટ લેશે.
આ સાથે તમને એ પણ જણાવીએ કે દેશની આ એકમાત્ર એવી વંદે ભારત ટ્રેન છે જે સ્લો હશે. કારણ કે કોંકણ અને પશ્ચિમ ઘાટના ડુંગરાળ તથા વાંકાચૂંકા વિસ્તારમાંથી પસાર થતી હોવાથી સુરક્ષાના કારણોસર આ ટ્રેનની સરેરાશ ઝડપ પ્રતિ કલાક ૫૫ કિમી કરતાં ઓછી રાખવામાં આવી છે. સ્પીડ ભલે ઓછી હોય પરંતુ આ પશ્ચિમ ઘાટના સુંદર કુદરતી દૃશ્યો પ્રવાસીઓને જોવા મળશે, જે ખરેખર આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.
નવી ટ્રેન (Vande Bharat Express) શરૂ કરવાની ચોક્કસ તારીખ અંગે રેલવેબોર્ડે જણાવ્યું કે જરૂરી તમામ તૈયારીઓ પૂર્ણ થતાં જ તેને વિધિવત રીતે સેવામાં મૂકવામાં આવશે. ગોવા અને કર્ણાટકના આઈટી હબ બેંગલુરુ વચ્ચે સીધી અને સુવિધાયુક્ત કનેક્ટિવિટી મળવાથી પ્રવાસીઓ, વેપારીઓ અને યાત્રાળુઓને મોટો ફાયદો થશે તેવું લાગી રહ્યું છે.
