જનતાને વૅક્સિન લેવામાં મદદ કરવા બીજેપીના કાર્યકરોને વડા પ્રધાનની હાકલ
નરેન્દ્ર મોદી
કોરોના વિરોધી વૅક્સિનને લગતી ઝુંબેશમાં વૃદ્ધ અને બીમારોને મદદરૂપ થવાનો અનુરોધ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બીજેપીના કાર્યકરોને કર્યો છે. ઉંમર, આરોગ્ય તથા શારીરિક સ્થિતિની દૃષ્ટિએ જે લોકોને એન્ટિ કોરોના વૅક્સિન લેવાની આવશ્યકતા હોય તેમને વૅક્સિનના કેન્દ્ર સુધી પહોંચાડવા તથા ઉચિત સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં સહાય કરવાનો અનુરોધ પક્ષના સંસદસભ્યો અને વિધાનસભ્યો સહિત લોકપ્રતિનિધિઓને મોદીએ કર્યો છે. ગઈ કાલે બીજેપી સંસદીય બોર્ડની બેઠકમાં નરેન્દ્ર મોદીએ ઉપરોક્ત અનુરોધ કર્યો હતો. હેલ્થ વર્કર્સ અને ફ્રન્ટલાઇન વર્કર્સને વૅક્સિન આપવાનો પ્રથમ તબક્કો પાર પડ્યા પછી ૧ માર્ચથી ૬૦ વર્ષથી વધારે ઉંમરના નાગરિકો અને ૪૫ વર્ષથી ૬૦ વર્ષ સુધીના ડાયાબિટીઝ-બ્લડ પ્રેશર જેવી કો-મોર્બિડિટિઝ ધરાવતા લોકોને એન્ટિ કોરોના વૅક્સિન આપવાનો બીજો તબક્કો ચાલી રહ્યો છે.


