તામિલનાડુમાં જ્વેલર્સને ત્યાં ITની રેઇડમાં મળી 1000 crની બિનહિસાબી રકમ
પ્રતીકાત્મક તસવીર
ઇન્કમ ટૅક્સ ડિપાર્ટમેન્ટે તમિલનાડુના બે મોટા જ્વેલર્સને ત્યાં રેઈડ પાડી હતી, જે પૈકી એક રાજ્યના લીડિંગ બુલિયન ટ્રેડર અને બીજો જ્વેલરી રિટેલર છે. રેઇડની આ કાર્યવાહી ૪ માર્ચથી ચેન્નઈ, મુંબઈ, કોઈમ્બતુર, મદુરાઈ, ત્રિચી, ત્રિશુર, નેલ્લોર, જયપુર અને ઇન્દોરનાં ૨૭ સ્થળોએ કરવામાં આવી હતી. રેઈડમાં ૧૦૦૦ કરોડ રૂપિયાની બિનહિસાબી માહિતી મળી છે. આ ઉપરાંત ૧.૨ કરોડ રૂપિયાની રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે.

