૬ સહેલાણીઓનાં શબ કાઢવામાં આવ્યાં, ૧૮ જણનો બચાવ, ૧૫ લોકોની હજી શોધ ચાલુ
જે ક્રૂઝ બોટ ડૂબી ગઈ એનું નિર્માણ ૨૦૦૬માં કરવામાં આવ્યું હતું.
મધ્ય પ્રદેશના જબલપુરમાં નર્મદા નદી પર બનેલા બરગી ડૅમમાં ગુરુવારે સાંજે પર્યટકોથી ભરેલી એક ક્રૂઝ બોટ ડૂબી ગઈ. ભારે તોફાનને કારણે ક્રૂઝ અનિયંત્રિત થઈને સંતુલન ગુમાવતાં સાઇડથી નમી ગઈ હતી અને ધીમે-ધીમે કરતાં આખી બોટ નર્મદામાં સમાઈ ગઈ હતી.

ADVERTISEMENT
મધ્ય પ્રદેશ ટૂરિઝમની ક્રૂઝ બોટમાં લગભગ ૪૦થી ૪૫ સહેલાણીઓ હતા. ઘટનાની સૂચના મળતાં જ સ્ટેટ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સ (SDRF)ની ટીમ પહોંચી હતી. ઘટના સમયે અંધારું થઈ રહ્યું હોવાથી રેસ્ક્યુ ઑપરેશનમાં પરેશાની આવી રહી હતી. જોકે મોડી સાંજ સુધી ટૉર્ચના અજવાળે રેસ્ક્યુ ઑપરેશન ચાલુ રહ્યું હતું.

પર્યટન વિભાગના અધિકારીનું કહેવું હતું કે જે ક્રૂઝ બોટ ડૂબી ગઈ એનું નિર્માણ ૨૦૦૬માં કરવામાં આવ્યું હતું. એની ક્ષમતા ૬૦ મુસાફરોની છે.
