વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ શપથગ્રહણ સમારોહમાં પણ બીજેપીના અધ્યક્ષ જે. પી. નડ્ડાની સાથે ઉપસ્થિત હતા.
ભોપાલમાં ગઈ કાલે શપથગ્રહણ સમારોહ દરમ્યાન મધ્ય પ્રદેશના નવા મુખ્ય પ્રધાન મોહન યાદવની સાથે પીએમ નરેન્દ્ર મોદી. પી.ટી.આઇ.
ભોપાલ (પી.ટી.આઇ.): ઉજ્જૈન
દક્ષિણના વિધાનસભ્ય મોહન યાદવે ગઈ કાલે મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન તરીકે શપથગ્રહણ કર્યા હતા. ૫૮ વર્ષના આ લીડરને ભોપાલમાં લાલ પરેડ ગ્રાઉન્ડ ખાતે રાજ્યપાલ મંગુભાઈ પટેલ દ્વારા શપથ અપાવવામાં આવ્યા હતા. મંદસૌરના એમએલએ જગદીશ દેવડા અને રેવાના વિધાનસભ્ય રાજેન્દ્ર શુક્લાને રાજ્યપાલ દ્વારા નાયબ મુખ્ય પ્રધાનના શપથ અપાવવામાં આવ્યા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ શપથગ્રહણ સમારોહમાં પણ બીજેપીના અધ્યક્ષ જે. પી. નડ્ડાની સાથે ઉપસ્થિત હતા.

