ગયા વર્ષે માયાવતીએ આકાશ આનંદને પાર્ટીના નૅશનલ કો-ઑર્ડિનેટર અને પોતાના ઉત્તરાધિકારી પદ પરથી હટાવી દીધો હતો.
માયાવતી, આનંદ કુમાર, આકાશ આનંદ
ઉત્તર પ્રદેશનાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન માયાવતીએ તેમની બહુજન સમાજ પાર્ટી (BSP)માં મોટા ફેરફાર કર્યા હતા. ભત્રીજા આકાશ આનંદની જગ્યાએ તેના પિતા અને પાર્ટી મહામંત્રી આનંદ કુમાર અને રાજ્યસભાના સંસદસભ્ય રામ જી ગૌતમને નૅશનલ કો-ઑર્ડિનેટર બનાવ્યા છે. આકાશ આનંદને પાર્ટીનાં તમામ પદો પરથી હટાવી દેવામાં આવ્યો છે.
પાર્ટીની બેઠકમાં માયાવતી, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને માયાવતીના ભાઈ આનંદ કુમાર અને સેક્રેટરી સતીષચંદ્ર મિશ્રા ઉપસ્થિત રહ્યાં હતાં. ગયા વર્ષે માયાવતીએ આકાશ આનંદને પાર્ટીના નૅશનલ કો-ઑર્ડિનેટર અને પોતાના ઉત્તરાધિકારી પદ પરથી હટાવી દીધો હતો. ૨૦૨૩ના ડિસેમ્બરમાં તેને માયાવતીનો ઉત્તરાધિકારી જાહેર કરવામાં આવ્યો હતો.

