શુક્રવારે વન અધિકારીઓએ આ વાતની પુષ્ટિ કરી હતી
મૃત વાઘની ઉંમર આઠથી ૧૦ વર્ષની હતી
ગુરુવારે મધ્ય પ્રદેશના કાન્હા ટાઇગર રિઝર્વમાં બે માદા વાઘબાળ અને એક પુખ્ત વાઘનાં મૃત્યુ થયાં હતાં. શુક્રવારે વન અધિકારીઓએ આ વાતની પુષ્ટિ કરી હતી. અલગ-અલગ હિસ્સામાંથી મળી આવેલાં મૃત ટાઇગરનાં શબોના અંતિમ સંસ્કાર કરતાં પહેલાં પોસ્ટમૉર્ટમમાં જાણવા મળ્યું હતું કે અન્ય વાઘો સાથેની ટેરિટરી ફાઇટમાં આ વાઘોનો જીવ ગયો હતો. એમની શ્વાસનળી પર ઘા હતો જેનાથી સંકેત મળે છે કે ટેરિટરી ફાઇટમાં કોઈ વાઘની સાથે લડાઈમાં એમનું મૃત્યુ થયું હતું.
મૃત વાઘની ઉંમર આઠથી ૧૦ વર્ષની હતી. એ બાલાઘાટનો નર વાઘ હતો જે કાન્હા ટાઇગર રિઝર્વમાં અવારનવાર પર્યટકોને જોવા મળતો હતો. કાન્હા ટાઇગર અભયારણ્ય બાલાઘાટ સુધી ફેલાયેલું છે જે એક નક્સલ પ્રભાવિત જિલ્લો છે.


