કેરળ (Kerala)ના કોઝિકોડમાં રવિવારે એક્સપ્રેસ ટ્રેનમાં ચડવા મામલે ઝઘડો થયો હતો. ઘટનાએ ઉગ્ર રૂપ લેતા એક શખ્સે અન્ય વ્યક્તિને આગ લગાવી દીધી હતી.જેને કારણે ટ્રેનમાં ઘટનાસ્થળે જ ત્રણ લોકોના દાઝી જવાથી મોત થયા છે.
ટ્રેનમાં આગ
પ્રતિકાત્મક તસવીર
કેરળ (Kerala)ના કોઝિકોડમાં રવિવારે એક્સપ્રેસ ટ્રેનમાં ચડવા મામલે ઝઘડો થયો હતો. ઘટનાએ ઉગ્ર રૂપ લેતા એક શખ્સે અન્ય વ્યક્તિને આગ લગાવી દીધી હતી.જેને કારણે ટ્રેનમાં ઘટનાસ્થળે જ ત્રણ લોકોના દાઝી જવાથી મોત થયા છે. આ જાણકારી રેલવેના એક સુત્રએ આપી છે. કહેવામાં આવી રહ્યું છે કે અલપ્પુઝા-કન્નૂર એક્ઝીક્યુટિવ એક્સપ્રેસના યાત્રીઓને આપાતકાલીન ચેન ખેંચી નાખી હતી ત્યાર બાદ ટ્રેન ધીમી થવા પર આગ લગાવનાર વ્યક્તિ ફરાર થઈ ગયો હતો. હજી સુધી આરોપીની ઓળખ થઈ ચૂકી નથી. સુત્રો અનુસાર આ ઘટના રાત્રે 9 વાગ્યાની આસપાસ બની હતી.
જાણવા મળ્યું છે કે કેરળના કોઝિકોડ જિલ્લાના ઇલાથુર નજીક એક અજાણ્યા વ્યક્તિએ એક મુસાફર પર પેટ્રોલ છાંટીને ચાલતી ટ્રેનને આગ ચાંપી દીધી હતી. આ ઘટનામાં 3 લોકો દાઝી ગયા હતા. આ ઘટના રાત્રે 10 વાગ્યાની આસપાસ અલપ્પુઝા-કન્નુર એક્સપ્રેસના D1 ડબ્બામાં બની હતી. આ ઘટના જ્યાં બની હતી તે રેલ્વે ટ્રેક પાસે એક બાળક સહિત ત્રણ લોકોના મૃતદેહ મળી આવ્યા છે. મત્તાન્નૂરના નિવાસી રહમથ, તેની બહેનની બે વર્ષની પુત્રી અને નૌફલ રેલવે ટ્રેક પાસે મૃત હાલતમાં મળી આવ્યા હતા. પોલીસ તપાસ ચાલી રહી છે. ફોરેન્સિક નિષ્ણાતો ઘટનાસ્થળે પહોંચી ગયા છે.
ADVERTISEMENT
આગ લગાડનાર વ્યક્તિ ટ્રેનમાંથી નાસી છૂટ્યો હતો
મુસાફરોએ રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)ને જાણ કરી અને આગ પર કાબૂ મેળવ્યો. રેલ્વેના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું, “પ્રારંભિક માહિતી મુજબ, કથિત રીતે આગ લાગનાર વ્યક્તિ ઘટના બાદ ભાગી ગયો હતો. બાકીના ઘાયલ મુસાફરોને આરપીએફ દ્વારા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને જરૂરી નિરીક્ષણ પછી ટ્રેન રવાના થઈ હતી.”પ્રારંભિક અહેવાલો અનુસાર, એવી શંકા છે કે આ ઘટના બે વ્યક્તિઓ વચ્ચેના ઝઘડા પછી બની હતી. કોઝિકોડ પોલીસ અને રેલવે પ્રોટેક્શન ફોર્સે આ મામલે તપાસ શરૂ કરી છે.
केरल: कोझिकोड जिले में एलाथुर रेलवे स्टेशन के पास ट्रेन में आग लगने से 3 लोगों की मृत्यु हो गई। मौके पर फोरेंसिक विशेषज्ञ मौजूद हैं। पुलिस मामले में जांच कर रही है। अधिक जानकारी की प्रतिक्षा है। pic.twitter.com/FDG5G5ZG3W
— ANI_HindiNews (@AHindinews) April 3, 2023
આ પણ વાંચો: વેસ્ટર્ન રેલવેના મુસાફરો વધારે પ્રામાણિક છે?
લોકલ ટ્રેનમાં એક મુસાફરે બીજા પર એસિડ ફેંક્યું
ગત મહિને મુંબઈની લોકલ ટ્રેનમાં એક મુસાફરે અન્ય સહ-મુસાફર પર એસિડ ફેંક્યું હતું. 26 માર્ચના રોજ, મુંબઈમાં લોકલ ટ્રેનના દિવ્યાંગ ડબ્બામાં એક સગીર દિવ્યાંગે અન્ય દિવ્યાંગ પર સોલ્યુશન એસિડ વડે હુમલો કરીને એક સ્થળાંતરને ગંભીર રીતે ઘાયલ કર્યો હતો. મધ્ય રેલવેના મુંબ્રા રેલવે સ્ટેશન પર પ્રમોદ વાડેકર નામનો વ્યક્તિ દિવ્યાંગ કમ્પાર્ટમેન્ટમાં મુસાફરી કરવા માટે ડબ્બામાં ચડ્યો હતો, જ્યારે આ ડબ્બામાં અન્ય એક દિવ્યાંગ પણ મુસાફરી કરી રહ્યો હતો. પ્રમોદ વાડેકર ઉપર ચઢતાની સાથે જ અન્ય એક સગીર દિવ્યાંગે તેના પર સોલ્યુશન એસિડ વડે હુમલો કર્યો અને ત્યાંથી ભાગી ગયો.