‘તિરુપતિ બાલાજીના મંદિરમાં પ્રસાદના લાડુમાં પશુઓની ચરબી મિશ્રિત ઘીનો ઉપયોગ થાય છે એવા આક્ષેપ કરીને મુખ્ય પ્રધાન ચંદ્રાબાબુ નાયડુએ જે પાપ કર્યું છે એનું પ્રાયશ્ચિત્ત કરવું પડશે.
જગનમોહન રેડ્ડી અને ચંદ્રબાબુ નાયડુ
યુવજન શ્રમિક રાયથુ કૉન્ગ્રેસ પાર્ટી (YSRCP)ના પ્રમુખ વાય. એસ. જગનમોહન રેડ્ડીએ શનિવારે આંધ્ર પ્રદેશના લોકોને મંદિરોમાં જઈને પૂજા અને ધાર્મિક વિધિઓમાં ભાગ લેવા માટે હાકલ કરી છે અને જણાવ્યું છે કે ‘તિરુપતિ બાલાજીના મંદિરમાં પ્રસાદના લાડુમાં પશુઓની ચરબી મિશ્રિત ઘીનો ઉપયોગ થાય છે એવા આક્ષેપ કરીને મુખ્ય પ્રધાન ચંદ્રાબાબુ નાયડુએ જે પાપ કર્યું છે એનું પ્રાયશ્ચિત્ત કરવું પડશે. આ માટે રાજ્યનાં વિવિધ મંદિરોમાં ધાર્મિક વિધિઓનું આયોજન કરાયું છે અને લોકોએ એમાં સામેલ થવું જોઈએ.’
આંધ્ર પ્રદેશ વિધાનસભામાં વિપક્ષના નેતા જગનમોહન રેડ્ડીએ કહ્યું હતું કે ‘ઘીમાં પશુઓની ચરબીની ભેળસેળ થતી નથી છતાં મુખ્ય પ્રધાન ઇરાદાપૂર્વક ખોટું બોલ્યા છે અને ખોટો પ્રચાર કર્યો છે કે ભાવિકોને આવા લાડુ ખાવા પડ્યા છે.’