ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં બૅચલર્સની ડિગ્રી મેળવવા માટે નીલેકણીએ ૧૯૭૩માં આ ઇન્સ્ટિટ્યૂટમાં સ્ટડી શરૂ કર્યો હતો.
ઇન્ફોસિસના કો-ફાઉન્ડર નંદન નીલેકણી
ઇન્ફોસિસના કો-ફાઉન્ડર નંદન નીલેકણીએ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજી (આઇઆઇટી) બૉમ્બેને ૩૧૫ કરોડ રૂપિયા ડોનેટ કર્યા છે. આ પ્રતિષ્ઠિત ઇન્સ્ટિટ્યૂટની સાથેના તેમના જોડાણને ૫૦ વર્ષ પૂરાં થવાના નિમિત્તે તેમણે આ ડોનેશન આપ્યું હતું. ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં બૅચલર્સની ડિગ્રી મેળવવા માટે નીલેકણીએ ૧૯૭૩માં આ ઇન્સ્ટિટ્યૂટમાં સ્ટડી શરૂ કર્યો હતો. આઇઆઇટી બૉમ્બેમાં વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવા માટે પ્રોત્સાહન આપવા, ઊભરતાં સેક્ટર્સમાં રિસર્ચને આગળ ધપાવવા તેમ જ ટેક સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ ઊભું કરવાના હેતુસર આ ડોનેશન આપવામાં આવ્યું છે. નીલેકણીએ જણાવ્યું હતું કે ‘આઇઆઇટી બૉમ્બે મારી લાઇફમાં પાયાનો પથ્થર છે, એણે મારા જીવનનાં નિર્ણાયક વર્ષોને આકાર આપ્યો હતો. આ પ્રતિષ્ઠિત સંસ્થાની સાથે મારા જોડાણનાં ૫૦ વર્ષને હું સેલિબ્રેટ કરું છું ત્યારે હું એના ભવિષ્ય માટે યોગદાન આપવા બદલ આભારી છું.’

