સિક્કિમમાં ઘૂસણખોરીના ચીનના પ્રયાસને ભારતે નિષ્ફળ બનાવ્યો
પ્રતીકાત્મક તસવીર
ઉત્તરીય સિક્કિમના નાકુ લા વિસ્તારમાં ગયા સપ્તાહે ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે ટકરાવ થયો હતો. જોકે હાલમાં પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ હોવાનું જણાવાઈ રહ્યું છે.
ગયા વર્ષે મે મહિનામાં પાંગોંગ ત્સો, ગલવાન, ગોગ્રા, હૉટ સ્પ્રિંગ્સ સહિત નાકુ લા ખાતે પણ બન્ને દેશના સૈનિકો વચ્ચે ટકરાવની સ્થિતિ સર્જાઈ હતી.
ADVERTISEMENT
સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે લગભગ ચાર દિવસ પહેલાં જ્યારે બન્ને દેશની સરકાર અને સેના ૩૪૮૮ કિલોમીટર લાંબી એલએસી પરના બૉર્ડરના વિવાદના અંત માટે મંત્રણાનો વધુ એક દોર શરૂ કરવા જઈ રહી હતી ત્યારે બન્ને દેશના લશ્કર વચ્ચે અથડામણ સર્જાઈ હતી.
નવ મહિના લાંબો ચાલેલો સરહદના વિવાદનો આંત લાવવા તેમ જ એલએસી પરથી લશ્કરી બળ ઘટાડવાના મુદ્દાના ઉકેલ માટે રવિવારે બન્ને દેશો વચ્ચે 16 કલાક લાંબો સમય સુધી મૅરથૉન મિલિટરી મંત્રણા ચાલુ રહી હતી, જેનો સોમવારે સવારે બે વાગ્યે અંત આવ્યો હતો.
લદ્દાખ ક્ષેત્રના મોલ્ડો પૉઇન્ટ પર બન્ને દેશો વચ્ચે નવમા કૉર્પ્સ કમાન્ડર સ્તરની વાટાઘાટ શરૂ થઈ હતી.

