કર્ણાટકમાં હિજાબ વિવાદ વિશે બીજેપીનાં સંસદસભ્ય પ્રજ્ઞા સિંહ ઠાકુરે જણાવ્યું હતું કે....
પ્રજ્ઞા ઠાકુર
કર્ણાટકમાં હિજાબ વિવાદ વિશે બીજેપીનાં સંસદસભ્ય પ્રજ્ઞા સિંહ ઠાકુરે જણાવ્યું હતું કે ભારતમાં હિજાબ પહેરવાની કોઈ જરૂર નથી. તેમણે કહ્યું હતું કે ‘ભારતમાં મહિલાઓને દેવી સમાન માનવામાં આવે છે. તેમને સન્માનની દૃષ્ટિએ જોવામાં આવે છે, પરંતુ જેમનાં ઘરોમાં બહેનનો નાતો નથી, જેમનાં ઘરોમાં ફોઈ-માસીની દીકરી બધા સાથે મૅરેજ કરી શકાય છે, તો તેમણે ઘરે હિજાબ પહેરવો જોઈએ. તમે મદરેસાઓમાં જાઓ તો ત્યાં હિજાબ પહેરી શકો છો, પરંતુ અન્ય શિક્ષણ સંસ્થાઓમાં એ માટે મંજૂરી ન આપી શકાય. જે લોકો પોતાના ઘરમાં સુરક્ષિત નથી તેમણે હિજાબ પહેરવો જરૂરી છે.’

