આશરે પાંચ મહિના જેલમાં રહ્યા બાદ ૨૮ જૂને તેમને જામીન પર છોડવામાં આવ્યા હતા.
હેમંત સોરેન
જેલમાંથી જામીન પર છૂટેલા ઝારખંડના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન હેમંત સોરેન ફરીથી રાજ્યના મુખ્ય પ્રધાન બનશે. ગઈ કાલે વર્તમાન મુખ્ય પ્રધાન ચંપઈ સોરેનના ઘરે ઝારખંડ મુક્તિ મોરચા (JMM) અને સાથીપક્ષોની બેઠક મળી હતી અને એમાં હેમંત સોરેનને JMM વિધાનમંડળના નેતા ચૂંટી કાઢવા બાબતે એકમતી સધાઈ હતી. હેમંત સોરેનના ભાઈ બસંત અને પત્ની કલ્પના સાથે કૉન્ગ્રેસના નેતાઓ પણ આ બેઠકમાં હાજર રહ્યાં હતાં.
હેમંત સોરેન ત્રીજી વાર અને રાજ્યના ૧૩મા મુખ્ય પ્રધાન તરીકે શપથ લેશે. ૩૧ જાન્યુઆરીએ હેમંત સોરેનની જમીનના સોદા સંદર્ભે મની લૉન્ડરિંગ કેસમાં ધરપકડ કરાઈ હતી અને આશરે પાંચ મહિના જેલમાં રહ્યા બાદ ૨૮ જૂને તેમને જામીન પર છોડવામાં આવ્યા હતા.