તેમણે કહ્યું કે ૯૦ના દાયકામાં લેફ્ટ લિબરલ નેટવર્ક તૈયાર કરનારાઓને સ્ટેટ્સમેન કહેવામાં આવતા, પણ આજે જ્યારે ટ્રમ્પ, મેલોની, મોદી બોલે છે તો તેમને લોકશાહી માટે ખતરા સમાન ગણાવવામાં આવે છે. આ ડબલ સ્ટાન્ડર્ડ છે
નરેન્દ્ર મોદી અને ટ્રમ્પના વિરોધીઓ પર વરસી પડ્યાં ઇટલીનાં વડાં પ્રધાન મેલોની
ઇટલીનાં વડાં પ્રધાન જ્યૉર્જિયા મેલોનીએ અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પ અને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી જેવા જમણેરી ઝોક ધરાવતા નેતાઓ માટે ડબલ સ્ટાન્ડર્ડ ધરાવતા લેફ્ટ લિબરલ નેટવર્કના નેતાઓની આકરી ટીકા કરી હતી. શનિવારે વૉશિંગ્ટનમાં કન્ઝર્વેટિવ પૉલિટિકલ ઍક્શન કૉન્ફરન્સ (CPAC)માં વિડિયો લિન્કથી ભાગ લેતાં મેલોનીએ એલીટ અને ડાબેરી વિચારસરણી ધરાવતા રાજનેતાઓ પર આરોપ લગાવ્યો હતો કે તેઓ વડા પ્રધાન મોદી અને પ્રેસિડન્ટ ટ્રમ્પને લોકશાહી માટે ખતરો ગણાવે છે.




