નવા નિયમો પ્રમાણે બૅન્કોએ ચેક ડિપોઝિટ થયાની ગણતરીની મિનિટોમાં એની સ્કૅન કરેલી કૉપી ક્લિયરિંગ હાઉસને મોકલી આપવાની રહેશે
પ્રતીકાત્મક તસવીર
રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (RBI) દ્વારા જાહેર કરવામાં આવેલા ચેક ક્લિયરિંગના નવા નિયમો આજથી અમલમાં આવી ગયા છે. એને કારણે ચેક ડિપોઝિટ કર્યાના કલાકોમાં ક્લિયર થઈ જશે અને એ જ દિવસે પૈસા ખાતામાં જમા પણ થઈ જશે.
થોડા મહિના પહેલાં જ RBIએ ચેક ટ્રન્કેશન સિસ્ટમમાં મોટા ફેરફાર કરીને એને ફાસ્ટ બનાવવાની જાહેરાત કરી હતી. આ નવી સિસ્ટમ પ્રમાણે ચેક ડિપોઝિટ કરવામાં આવ્યા બાદ કલાકોમાં એની સ્કૅન કરેલી કૉપી ક્લિયરિંગ હાઉસમાં મોકલી દેવામાં આવશે અને ત્યાંથી પેમેન્ટ કરવાવાળી બૅન્કને પહોંચાડવામાં આવશે. ચેક મેળવનારી બૅન્કે પણ નક્કી કરેલા સમયની અંદર ચેકને ક્લિયર કે નામંજૂર કરી આપવાનો રહેશે. એને લીધે ઘણો સમય બચી જશે અને સમગ્ર સિસ્ટમ ફાસ્ટ બની જશે. જો બૅન્ક ૭ વાગ્યા સુધી કોઈ જવાબ નહીં આપે તો ચેક ઑટોમૅટિક પાસ થઈ ગયેલો ગણાશે.
ADVERTISEMENT
નવા નિયમોનું આ પ્રથમ ચરણ છે. બીજું ચરણ ૨૦૨૬ની ૩ જાન્યુઆરીથી લાગુ કરવામાં આવશે જેમાં બૅન્કે ચેક મળ્યાના ૩ કલાકમાં જ ક્લિયર કે નામંજૂર કરી આપવાનો રહેશે. ૦૦


