કારતક વદ અમાસે ભગવાન રામ, સીતા અને લક્ષ્મણ ૧૪ વર્ષનો વનવાસ પૂરો કરીને પાછાં અયોધ્યા ફર્યાં એ નિમિત્તે દિવાળી મનાવવામાં આવે છે. ભગવાનની પધરામણીની ખુશીમાં લોકો પોતાના ઘરની બહાર દીવડાની સજાવટ કરે છે.
લાઇફ મસાલા
હૈદરાબાદમાં આર્ટિસ્ટો દ્વારા બનાવેલા મિનિએચર ‘ઘરૌંદા’નું માર્કેટ સારું ફૂલ્યુંફાલ્યું છે.
કારતક વદ અમાસે ભગવાન રામ, સીતા અને લક્ષ્મણ ૧૪ વર્ષનો વનવાસ પૂરો કરીને પાછાં અયોધ્યા ફર્યાં એ નિમિત્તે દિવાળી મનાવવામાં આવે છે. ભગવાનની પધરામણીની ખુશીમાં લોકો પોતાના ઘરની બહાર દીવડાની સજાવટ કરે છે. રામ પોતાના ઘરે પણ પધારે એવી મનોકામનાથી પોતાના ઘરમાં માટીનું એક નાનું ઘર ખાસ રામ માટે બનાવે છે અને એને સજાવે છે. ઘરૌંદા તરીકે ઓળખાતા આ ઘરની પ્રથા ગામડાંઓમાં હજીયે છે, પરંતુ શહેરોમાં રેડીમેડ મિની ઘર તૈયાર લાવવાની પ્રથા આકાર લઈ રહી છે. હૈદરાબાદમાં આર્ટિસ્ટો દ્વારા બનાવેલા મિનિએચર ‘ઘરૌંદા’નું માર્કેટ સારું ફૂલ્યુંફાલ્યું છે.