ચાર નિષ્ફળ પ્રયાસ બાદ સફળતા મળી
ગુરુવારે સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું
ચેન્નઈના સ્પેસ સ્ટાર્ટઅપ અગ્નિકૂલ કૉસ્મોસ દ્વારા બનાવવામાં આવેલા સેમિ ક્રાયોજેનિક રૉકેટ અગ્નિબાણનું ગુરુવારે સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. શ્રીહરિકોટામાં આવેલા સ્ટાર્ટઅપના પોતાના લૉન્ચપૅડ પરથી ચાર નિષ્ફળ પ્રયાસ બાદ રૉકેટ સફળતાપૂર્વક લૉન્ચ કરાયું હતું. ખાસ વાત એ હતી કે આ રૉકેટ થ્રી-ડી પ્રિન્ટિંગ ટેક્નૉલૉજી દ્વારા બનાવવામાં આવ્યું હતું. દૂરના વિસ્તારોમાં હવામાનની સ્થિતિ તપાસવા તથા ઇન્ટરનેટ કનેક્ટિવિટી જેવા હેતુસર દુનિયાભરમાં હાલ સ્ટાર્ટઅપ કંપનીઓ દ્વારા સૅટેલાઇટ લૉન્ચ કરવામાં આવી રહ્યાં છે.
સ્પેસ સ્ટાર્ટઅપના પહેલા રૉકેટની શું વિશેષતા છે
ADVERTISEMENT
અગ્નિબાણ ૧૮ મીટર લાંબું છે. આ રૉકેટ સ્પેસમાં ૭૦૦ કિલોમીટર ઊંચે સુધી જઈ શકે છે.
આ પહેલાં ૨૦૨૨માં દેશનું પ્રથમ પ્રાઇવેટ રૉકેટ ૮૯.૫ કિલોમીટર ઊંચે સુધી પહોંચ્યું હતું.
આ રૉકેટમાં કેરોસીન અને લિક્વિડ ઑક્સિજન ફ્યુઅલનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
આ સફળતા બાદ અગ્નિકૂલ હવે ઑન ડિમાન્ડ રૉકેટ એન્જિન બનાવી શકશે.


