પશ્ચિમી વિક્ષોભના કારણે બે-ત્રણ દિવસ ગરમીથી રાહત મળવાની આગાહી છે. ત્યાર બાદ ૧૪ એપ્રિલથી ફરી તાપમાનમાં વધારો થશે અને તાપમાન ૪૦-૪૧ ડિગ્રી વચ્ચે પહોંચી જશે.
દિલ્હી, ગુડગાંવ
રાજધાની દિલ્હીમાં ગુરુવારે દિવસભર લૂ ફેંકાયા બાદ સાંજ થતાં-થતાં વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. ભારે પવન ફૂંકાતાં ધૂળિયું વાતાવરણ થયું હતું. હળવો વરસાદ પડતાં લોકોને ગરમીમાં રાહત મળી હતી. દિલ્હીના કર્તવ્ય પથ પર ભારે પવન ફૂંકાયો હતો. પશ્ચિમી વિક્ષોભના કારણે બે-ત્રણ દિવસ ગરમીથી રાહત મળવાની આગાહી છે. ત્યાર બાદ ૧૪ એપ્રિલથી ફરી તાપમાનમાં વધારો થશે અને તાપમાન ૪૦-૪૧ ડિગ્રી વચ્ચે પહોંચી જશે.

