Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > CBSE Class 12 Result 2026: છોકરીઓએ ફરી મારી બાજી, ત્રિવેન્દ્રમ ૯૫ ટકા સાથે ટોચ પર

CBSE Class 12 Result 2026: છોકરીઓએ ફરી મારી બાજી, ત્રિવેન્દ્રમ ૯૫ ટકા સાથે ટોચ પર

Published : 13 May, 2026 02:44 PM | IST | New Delhi
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

CBSE Class 12 Result 2026: સીબીએસઈ ધોરણ બારનું વર્ષ ૨૦૨૬નું પરિણામ આજે જાહેર કરી દેવામાં આવ્યું છે; આ વર્ષે કુલ ૮૫.૨૦ ટકા વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે; ત્રિવેન્દ્રમ ૯૫.૬૨ ટકા સાથે ટોચ પર, પ્રયાગરાજ સૌથી નીચે; આ વર્ષે પણ છોકરીઓએ મારી બાજી

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (Central Board of Secondary Education)નું બારમાં ધોરણનું રિઝલ્ટ જાહેર કરવામાં (CBSE Class 12 Result 2026) આવ્યું છે.  સીબીએસઈ ધોરણ 12ના પરિણામની રાહ જોઈ રહેલા વિદ્યાર્થીઓની પ્રતીક્ષાનો અંત આવ્યો છે. કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે એટલે કે 13 મેના રોજ સીબીએસઈ ધોરણ 12નું પરિણામ 2026 જાહેર કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ વેબસાઇટ, ડિજિલોકર, ઉમંગ એપ, એસએમએસ અને ફોન દ્વારા સીધું જ પોતાનું પરિણામ જોઈ શકે છે. આ વખતે પણ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ વચ્ચે કડક સ્પર્ધા જોવા મળી છે. દર વર્ષની જેમ આ વખતે પણ વિદ્યાર્થીનીઓએ બાજી મારી છે અને વિદ્યાર્થીઓ કરતા ચડિયાતું પરિણામ લાવીને પોતાનો ગ્રાફ ફરી એકવાર ટોચ પર પહોંચાડી દીધો છે.

આ વર્ષે સીબીએસઈ (CBSE) ધોરણ 12ની પરીક્ષામાં આશરે 18.5 લાખ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. આ પૈકી અંદાજે 10.2 લાખ છોકરાઓ અને લગભગ 8.3 લાખ છોકરીઓ પરીક્ષા આપવા પહોંચી હતી.



આ વર્ષે પણ છોકરીઓએ મારી બાજી


સીબીએસઈ ધોરણ 12 બોર્ડનું પરિણામ જાહેર થઈ ગયું છે. ગયા વર્ષની જેમ આ વર્ષે પણ વિદ્યાર્થીનીઓએ બાજી મારી છે. આ વર્ષે 88.86 ટકા છોકરીઓ પાસ થઈ છે, જેની સામે છોકરાઓનું પરિણામ માત્ર 82.13 ટકા રહ્યું છે. જ્યાં છોકરાઓનું પાસિંગ પર્સન્ટેજ અપેક્ષા કરતા ઓછું રહ્યું છે, ત્યાં બીજી તરફ છોકરીઓએ શાનદાર પ્રદર્શન કરીને ફરી એકવાર પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે. ધોરણ 12ના પરિણામમાં છેલ્લા 5 વર્ષથી છોકરીઓ સતત છોકરાઓને પાછળ છોડી રહી છે. આંકડા સાક્ષી છે કે છોકરાઓની સરખામણીએ છોકરીઓનું પાસિંગ પર્સન્ટેજ ઘણું સારું રહ્યું છે.

ગયા વર્ષે પણ પરિણામમાં વિદ્યાર્થીનીઓનું વર્ચસ્વ સ્પષ્ટપણે જોવા મળ્યું હતું. છોકરીઓનું પાસિંગ પર્સન્ટેજ 91.64 ટકા રહ્યું હતું, જેની સામે છોકરાઓનું પરિણામ 85.70 ટકા નોંધાયું હતું. એટલે કે બંને વચ્ચે આશરે 6 ટકાનો સ્પષ્ટ તફાવત જોવા મળ્યો હતો, જે દર્શાવે છે કે છોકરીઓ અભ્યાસમાં સતત બહેતર પ્રદર્શન કરી રહી છે. આ ટ્રેન્ડ છેલ્લા કેટલાક વર્ષોથી જળવાયેલો છે અને દર વખતે છોકરીઓ થોડી સરસાઈ સાથે આગળ નીકળી જાય છે.


અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ વર્ષે ૧૭ લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા માટે નોંધણી કરાવી હતી, જેમાંથી ૧૫ લાખથી વધુ વિદ્યાર્થીઓ સફળ રહ્યા છે. આ વખતે પ્રથમ વખત મૂલ્યાંકન પ્રક્રિયા માટે ઓન-સ્ક્રીન માર્કિંગ (OSM) પ્રણાલી ફરજિયાતપણે અમલમાં મૂકવામાં આવી હતી.

પાસ થવા માટે તમામ વિષયોમાં 33 ટકા ગુણ મેળવવા અનિવાર્ય

સીબીએસઈ બોર્ડ પરીક્ષામાં પાસ થવા માટે તમામ વિષયોમાં કુલ 33 ટકા ગુણ મેળવવા ફરજિયાત છે. આ ગુણ પ્રેક્ટિકલ અને થિયરીમાં અલગ-અલગ મેળવવાના રહેશે. જોકે, જો કોઈ વિદ્યાર્થી બોર્ડ પરીક્ષામાં એક અથવા બે વિષયોમાં નાપાસ થાય છે, તો તેઓ કમ્પાર્ટમેન્ટ પરીક્ષામાં ભાગ લઈને આ જ વર્ષે પરીક્ષા પાસ કરી શકશે અને પોતાનું વર્ષ બગડતું બચાવી શકશે. કમ્પાર્ટમેન્ટ પરીક્ષા માટેના ફોર્મ પરિણામ જાહેર થયા બાદ ભરવામાં આવશે. આ પરીક્ષાઓનું આયોજન જૂન મહિનામાં કરવામાં આવશે.

Whatsapp-channel Whatsapp-channel

13 May, 2026 02:44 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK