શંકર ઠક્કરને આ રાષ્ટ્રીય સ્તરના ભારતીય વ્યાપાર મહોત્સવ ૨૦૨૬ના બોર્ડના માનનીય સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે
પ્રતીકાત્મક તસવીર
કન્ફેડરેશન ઑફ ઑલ ઇન્ડિયા ટ્રેડર્સ (CAIT)ના રાષ્ટ્રીય મંત્રી તથા અખિલ ભારતીય ખાદ્ય તેલ વેપારી મહાસંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ શંકર ઠક્કરે જણાવ્યું હતું કે ‘દેશનાં ૨૮ રાજ્ય અને ૮ કેન્દ્રશાસિત પ્રદેશોના ૯ કરોડ વેપારીઓનું પ્રતિનિધિત્વ કરતા દેશના સૌથી મોટા વેપારી સંગઠન CAITના તત્ત્વાવધાન હેઠળ દિલ્હીના ભારત મંડપમ ખાતે આગામી ૧થી ૪ મે દરમ્યાન ‘ભારતીય વ્યાપાર મહોત્સવ ૨૦૨૬’ નામે રાષ્ટ્રીય સ્તરના વેપાર-પ્રદર્શનનું આયોજન કરવામાં આવી રહ્યું છે.’
શંકર ઠક્કરને આ રાષ્ટ્રીય સ્તરના ભારતીય વ્યાપાર મહોત્સવ ૨૦૨૬ના બોર્ડના માનનીય સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ વિશ્વસ્તરીય પ્રદર્શનની પૂર્વતૈયારી વિશે ચર્ચા કરવા માટે ૭ અને ૮ જાન્યુઆરીએ દિલ્હીમાં ભારતીય વ્યાપાર મહોત્સવ ૨૦૨૬ના બોર્ડના સભ્યો તેમ જ દેશના અગ્રણી વેપારીઓ અને ઉદ્યોગકારોની અત્યંત મહત્ત્વપૂર્ણ બેઠક યોજાઈ રહી છે જેમાં કાર્યયોજનાની વિગતવાર ચર્ચા કરવામાં આવશે.


