Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > રાજસ્થાનના પાલીમાં મોટી રેલ દુર્ઘટના, સૂર્યનગરી એક્સપ્રેસના ૮ ડબ્બા પાટા પરથી ઉતર્યા

રાજસ્થાનના પાલીમાં મોટી રેલ દુર્ઘટના, સૂર્યનગરી એક્સપ્રેસના ૮ ડબ્બા પાટા પરથી ઉતર્યા

Published : 02 January, 2023 07:58 AM | IST | Jodhpur
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

અકસ્માત વહેલી સવારે 3.27 કલાકે થયો હતો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


રાજસ્થાન (Rajasthan)ના પાલી (Pali)માં સોમવારે સવારે બાંદ્રા ટર્મિનસ જોધપુર સૂર્યનગરી એક્સપ્રેસ (Bandra Terminus-Jodhpur Suryanagari Express)ના ૮ ડબ્બા પાટા પરથી ઊતરી ગયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, અકસ્માત વહેલી સવારે 3.27 કલાકે થયો હતો. ઉત્તર પશ્ચિમ રેલવેના CPROએ જણાવ્યું કે, “જોધપુર ડિવિઝનના રાજકિયાવાસ-બોમાદ્રા સેક્શન પર ડબ્બા પાટા પરથી ઊતરી ગયા હતા. જોકે, આ દુર્ઘટનામાં કોઈ જાન-માલના નુકસાનની માહિતી સમાચાર લખાય છે, ત્યાં સુધી સામે આવી નથી.


સીપીઆરઓએ કહ્યું કે “ઉત્તર પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર અને અન્ય ઉચ્ચ અધિકારીઓ રેલવેના જયપુર મુખ્યાલયમાં આ મામલાની દેખરેખ રાખી રહ્યા છે. ઘણા ઉચ્ચ અધિકારીઓ ટૂંક સમયમાં ઘટનાસ્થળે પહોંચી જશે.”



આ સાથે રેલવે દ્વારા હેલ્પલાઈન નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે. નોર્થ વેસ્ટર્ન રેલવેના સીપીઆરઓએ કહ્યું કે મુસાફરો અને તેમના સંબંધીઓ કોઈપણ માહિતી માટે 138 અને 1072 પર પણ સંપર્ક કરી શકે છે.


આ પણ વાંચો: પૂર્વ હૉકી ખેલાડી અને મંત્રી સંદીપ પર મહિલા સાથે છેડછાડ કરવાનો આરોપ, FIR દાખલ

તે જ સમયે, ટ્રેનના એક મુસાફરે ઘટનાની કરૂણતા જણાવી છે. ન્યૂઝ એજન્સી ANI અનુસાર, એક મુસાફરે જણાવ્યું કે મારવાડ જંક્શનથી ટ્રેન ઉપડ્યાના પાંચ મિનિટ બાદ ટ્રેનની અંદર જોરદાર અવાજ સાથે વાઇબ્રેશન અનુભવાયા અને લગભગ 2-3 મિનિટ પછી ટ્રેન ઊભી રહી. અમે નીચે ઉતર્યા તો જોયું કે સ્લીપર કોચન ડબ્બા પાટા પરથી ઊતરી ગયા હતા. ઘટનાની 15-20 મિનિટમાં એમ્બ્યુલન્સ પહોંચી ગઈ હતી.


Whatsapp-channel Whatsapp-channel

02 January, 2023 07:58 AM IST | Jodhpur | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK