Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > કાંદા-લસણ તામસિક છે કે નહીં એના પર રિસર્ચ કરાવો

કાંદા-લસણ તામસિક છે કે નહીં એના પર રિસર્ચ કરાવો

Published : 10 March, 2026 07:11 AM | IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સુપ્રીમ કોર્ટે સચિન ગુપ્તાને ચેતવણી આપી હતી કે હવે જ્યારે તમે આવી પિટિશન દાખલ કરશો તો તમને નોંધપાત્ર દંડ કરવામાં આવશે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


એક વકીલે સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની પાંચ પિટિશન દાખલ કરી હતી. આ પિટિશનોમાંથી એકમાં કાંદા-લસણમાં તામસિક કે નકારાત્મક ઊર્જા છે કે નહીં એ નક્કી કરવા માટે રિસર્ચની માગણી કરવામાં આવી હતી.

સુપ્રીમ કોર્ટમાં ગઈ કાલે આ પિટિશનોની અરજીની સુનાવણી કરતાં ભારતના ચીફ જસ્ટિસ સૂર્યકાન્તે ઍડ્વોકેટ સચિન ગુપ્તાને ઠપકો આપ્યો હતો અને પૂછ્યું હતું કે શું તમે આ બધી પિટિશનો મધરાતે ડ્રાફ્ટ કરો છો?



ચીફ જસ્ટિસ અને ન્યાયાધીશ જોયમલ્યા બાગચીની બનેલી બેન્ચે પાંચેય પિટિશનોને અસ્પષ્ટ, વ્યર્થ અને પાયાવિહોણી ગણાવીને ફગાવી દીધી હતી. અરજદારે જવાબ આપ્યો કે આ એક સામાન્ય મુદ્દો છે અને દાવો કર્યો હતો કે ખોરાકમાં કાંદાના ઉપયોગને લઈને ગુજરાતમાં છૂટાછેડા થયા છે. 


કાંદા-લસણ વિશેની અરજીમાં જૈન સમુદાયની ખાવાની આદતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો જેઓ પરંપરાગત રીતે કાંદા-લસણ અને જમીનની અંદર ઊગતી શાકભાજીને તામસિક ખોરાક માનીને ટાળે છે. આ મુદ્દે ચીફ જસ્ટિસે કહ્યું હતું કે તમે જૈન સમુદાયની લાગણીઓને ઠેસ પહોંચાડવા માગો છો. 

સુપ્રીમ કોર્ટે સચિન ગુપ્તાને ચેતવણી આપી હતી કે હવે જ્યારે તમે આવી પિટિશન દાખલ કરશો તો તમને નોંધપાત્ર દંડ કરવામાં આવશે.


Whatsapp-channel Whatsapp-channel

10 March, 2026 07:11 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK