વસઈમાં લૂંટનો એક ચોંકાવનારો બનાવ પ્રકાશમાં આવ્યો છે. જેમાં એક ઝવેરીને બંદૂકની અણીએ લૂંટી લેવામાં આવ્યો હતો. શુક્રવારે રાત્રે લગભગ 9:15 વાગ્યે વસઈના કૌલ હેરિટેજ સિટીના અગ્રવાલ અને દોસ્તી કોમ્પ્લેક્સમાં સ્થિત મયંક જ્વેલર્સમાંથી ચોરોએ આશરે 40 લાખ રુપિયાનું 50 તોલા સોનું લૂંટી લીધું હતું. દુકાનના માલિક, રતનલાલજી સંઘવી, સ્ટોર બંધ કરીને લોકરમાં દાગીના મેળવવાની તૈયારીમાં હતા ત્યારે મોટરસાયકલ પર બે માણસો આવ્યા. આ ઘટના વિશે વાત કરતા, રતનલાલજીના નાના પુત્ર, અભિલેશ સંઘવીએ કહ્યું, "અમે પોલીસને સહકાર આપી રહ્યા છીએ અને આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાનો ઝડપી ઉકેલ આવવાની આશા રાખીએ છીએ."