આજે ઈસ્ટર્ન એક્સપ્રેસ વે પર ક્રેન પડતાં એક મોટરસાઈકલ સવારને ગંભીર ઈજા થઈ હતી. આ ક્રેન ઈસ્ટર્ન એક્સપ્રેસ વે પર ટ્રેલર પર અલીબાગથી ભાંડુપ તરફ જઈ રહી હતી. ઘાટકોપર બ્રિજ પરથી ઉતરતી વખતે ટ્રેલરનું દોરડું તૂટ્યું, જેના કારણે ક્રેન નીચે રોડ પર પડી. એક મોટરસાઇકલ સવાર ક્રેનની નીચે આવી ગયો, અને તેના પગ તેના શરીરથી અલગ થઈ ગયા. તેને સારવાર માટે સાયન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ઘાટકોપર બ્રિજ છેલ્લા છ કલાકથી વાહનવ્યવહાર માટે બંધ છે અને ટ્રાફિકને સર્વિસ રોડથી ડાયવર્ટ કરવામાં આવી રહ્યો છે.