દલ લેકમાં પહેલવહેલી વાર સ્ત્રીઓની બોટ-રેસ યોજાઈ
Updated
1 month 3 weeks 3 days 14 hours 12 minutes ago
03:55 PM
News Live Updates: દલ લેકમાં પહેલવહેલી વાર સ્ત્રીઓની બોટ-રેસ યોજાઈ
કાશ્મીરના અનોખા નજરાણા સમાન દલ લેકમાં રવિવારે એક ઐતિહાસિક ઇવેન્ટ યોજાઈ હતી. અહીં માત્ર સ્ત્રીઓ માટે પહેલવહેલી વાર બોટ-રેસ યોજાઈ હતી. કાશ્મીર વૅલીમાં સ્ત્રીઓ પહેલી વાર અવરોધને પાર કરીને જાહેર ઇવેન્ટમાં ભાગ લેવા બહાર આવી હતી અને લગભગ ૧૫૦ મહિલાઓએ એમાં ભાગ લીધો હતો.
Updated
1 month 3 weeks 3 days 15 hours 37 minutes ago
02:30 PM
News Live Updates: તિરુપતિના ઈસ્કોન મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
તિરુપતિના ઈસ્કોન મંદિરને રવિવારે બોમ્બની ધમકી મળી હતી. મંદિર સત્તાવાળાઓએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેમને એક ધમકીભર્યો ઈમેલ મળ્યો છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે ISISના આતંકવાદીઓ મંદિરને ઉડાવી દેશે. આ પછી તિરુપતિ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. છેલ્લા ત્રણ દિવસમાં તિરુપતિ મંદિરને મળેલો આ ચોથો નકલી મેઈલ છે.
Updated
1 month 3 weeks 3 days 16 hours 36 minutes ago
01:31 PM
News Live Updates: પાકિસ્તાનના નવા કોચ બન્યા Jason Gillespie
ગેરી કર્સ્ટને પાકિસ્તાનના કોચ પદેથી રાજીનામું આપીને બધાને ચોંકાવી દીધા હતા. ગેરી કર્સ્ટનનું રાજીનામું પીસીબી દ્વારા સ્વીકારવામાં આવ્યું છે, જેની માહિતી તેણે તેના એક્સ દ્વારા આપી હતી. આ દરમિયાન તેણે રેડ બોલ ક્રિકેટ માટે પાકિસ્તાનના નવા મુખ્ય કોચની જાહેરાત કરી. જેસન ગિલેસ્પીને પાકિસ્તાનની નવી મર્યાદિત ઓવરોની ટીમના મુખ્ય કોચની જવાબદારી સોંપવામાં આવી છે.
Updated
1 month 3 weeks 3 days 18 hours 7 minutes ago
12:00 PM
News Live Updates: શિવસેના (UBT)ના ઉમેદવાર ઋતુજા રમેશ લટકેની રેલી
શિવસેના (UBT) અને મહા વિકાસ આઘાડીના ઉમેદવાર ઋતુજા રમેશ લટકે શ્રી વાંછા સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિર, અંધેરી-કુર્લા રોડ ખાતે ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા રેલી કરી રહ્યાં છે. (તસવીર - નિમેશ દવે)