ઉત્તરાખંડ રાજ્યમાં યુનિફૉર્મ સિવિલ કોડ અમલમાં મૂકી દેવામાં આવ્યો છે, જ્યારે ગુજરાત રાજ્યે આ માટે પાંચ સભ્યોની કમિટી બનાવી છે
દેવેન્દ્ર ફડણવીસ, એકનાથ શિંદે, અજીત પવાર
ઉત્તરાખંડ રાજ્યમાં યુનિફૉર્મ સિવિલ કોડ અમલમાં મૂકી દેવામાં આવ્યો છે, જ્યારે ગુજરાત રાજ્યે આ માટે પાંચ સભ્યોની કમિટી બનાવી છે ત્યારે મહારાષ્ટ્રમાં યુનિફૉર્મ સિવિલ કોડ ક્યારે અમલમાં આવશે એવા સવાલના જવાબમાં નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ગઈ કાલે કહ્યું હતું કે ‘આ બાબતે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર સાથે બેઠક આયોજિત કરવામાં આવશે. અમે ત્રણેય ચર્ચા કરીશું અને બાદમાં યુનિફૉર્મ સિવિલ કોડ વિશે નિર્ણય લઈશું.’


