૨૬ અને ૨૭ ડિસેમ્બરે આ વિસ્તારોમાં પાણી નહીં આવે. સુધરાઈએ લોકોને પાણી સાચવીને વાપરવાનું સૂચન કર્યું છે.
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
થાણેમાં મહારાષ્ટ્ર ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કૉર્પોરેશન (MIDC)ની પાણી પુરવઠા યોજના અંતર્ગત બારવી ડૅમની પાણીની મેઇન લાઇનમાં કટાઈ નાકાથી મુકંદ કંપની સુધીના ભાગમાં આવતી કાલે રાતે ૧૨ વાગ્યાથી મેઇન્ટેનન્સ હાથ ધરવામાં આવશે. આથી આવતી કાલે રાતે ૧૨ વાગ્યાથી શુક્રવાર રાતે ૧૨ વાગ્યા સુધીના સમય દરમ્યાન થાણે જિલ્લાના મુમ્બ્રા, દિવા, કળવા, માજીવાડા, માનપાડા અને વાગળે એસ્ટેટમાં પાણીની સપ્લાય બંધ રાખવામાં આવશે. આથી ૨૬ અને ૨૭ ડિસેમ્બરે આ વિસ્તારોમાં પાણી નહીં આવે. સુધરાઈએ લોકોને પાણી સાચવીને વાપરવાનું સૂચન કર્યું છે.

