મહારાષ્ટ્ર ચૂંટણી 2024 પહેલા ભારતીય જનતા પાર્ટી (BJP)ના દિગ્ગજ નેતા અને રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડે પર નાલાસોપારામાં પૈસા વહેંચવાના આરોપ મૂકાયા છે. આ સંબંધે હવે ચૂંટણી પંચે લોક પ્રતિનિધિત્વ અધિનિયમ હેઠળ એફઆઈઆર નોંધાવી છે.
વિનોદ તાવડે
મહારાષ્ટ્ર ચૂંટણી 2024 પહેલા ભારતીય જનતા પાર્ટી (BJP)ના દિગ્ગજ નેતા અને રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડે પર નાલાસોપારામાં પૈસા વહેંચવાના આરોપ મૂકાયા છે. આ સંબંધે હવે ચૂંટણી પંચે લોક પ્રતિનિધિત્વ અધિનિયમ હેઠળ એફઆઈઆર નોંધાવી છે. તાવડેની સાથે-સાથે બીજેપી ઉમેદવાર રાજન નાઈક વિરુદ્ધ પણ એફઆઈઆર નોંધાવી છે.
મહારાષ્ટ્રના વધારાના મુખ્ય ચૂંટણી અધિકારી કિરણ કુલકર્ણીએ કહ્યું, `નાલાસોપારામાં, સૂચના મળ્યા બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી. આચાર સંહિતાના પાલન માટે બનાવવામાં આવેલ ચૂંટણી મશીનરીના ફ્લાઈંગ સ્ક્વૉડ પણ ઘટનાસ્થળે પહોંચ્યા. ફ્લાઈંગ સ્ક્વૉડે પરિસરની તપાસ કરી અને કેટલીક વસ્તુઓ પણ તાબે લીધી. બધી વસ્તુઓ નિયંત્રણમાં છે અને જે પણ આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન કરશે તેમના વિરુદ્ધ કાયદા પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે.`
ADVERTISEMENT
`ઘટનાની નિષ્પક્ષ તપાસ કરશે ચૂંટણી પંચ`
વિનોદ તાવડેએ પૈસા વહેંચવાના આરોપો પર સ્પષ્ટતા આપી છે. તેમનું કહેવું છે કે આ તેમના વિરુદ્ધ ષડયંત્ર છે અને ચૂંટણી પંચે આની નિષ્પક્ષ તપાસ કરવી જોઈએ. તાવડેએ કહ્યું કે હું કાર્યકર્તાઓને મળવા ગયો હતો. મેં કંઈ ખોટું નથી કર્યું. આ મહાવિકાસ આઘાડીના કાર્યકર્તાઓનો ષડયંત્ર છે. પોલીસ અને ચૂંટણી પંચને આની તપાસ કરવી જોઈએ.
તાવડે પર મૂકાયો પૈસા વહેંચવાનો આરોપ
જણાવવાનું કે બીજેપીના મહાસચિવ વિનોદ તાવડે પર પૈસા વહેંચવાના ગંભીર આરોપ મૂકાયા છે. બહુજન વિકાસ આઘાડીના કાર્યકર્તાઓનો આરોપ છે કે તાવડે પાંચ કરોડ રૂપિયા લઈને મુંબઈની એક હોટેલમાં વહેંચવા આવ્યા હતા. વિનોદ તાડેએ કહ્યું કે આ મને અને મારી પાર્ટીને બદનામ કરવાનું ષડયંત્ર છે. સીસીટીવી ફુટેજ કાઢીને તપાસવી જોઈએ.
તાવડેએ કરી આરોપો પર સ્પષ્ટતા
તાવડેએ કહ્યું કે હું બૂથ મેનેજમેન્ટના કામ માટે ત્યાં ગયો હતો. તેઓ તેમના કાર્યકરોને મતદાન કર્યા પછી ઈવીએમ મશીનો કેવી રીતે સીલ કરવામાં આવે છે તે જણાવવા માટે બેઠકમાં આવ્યા હતા. આ દરમિયાન અમારા વિરોધ પક્ષના કાર્યકરોને લાગ્યું કે પૈસાની વહેંચણી થઈ રહી છે. તેમણે કહ્યું કે હું 40 વર્ષથી પાર્ટીમાં છું. સત્ય બધા જાણે છે, પરંતુ તેમ છતાં ચૂંટણી પંચ અને પોલીસે આ મામલે તપાસ કરવી જોઈએ. હોટલમાં સીસીટીવી ફૂટેજ છે. તપાસ થશે તો બધું સ્પષ્ટ થઈ જશે.
BVA ચીફ હિતેન્દ્ર ઠાકુર હોટલ પહોંચ્યા
અરાજકતા વચ્ચે બહુજન વિકાસ આઘાડીના વડા હિતેન્દ્ર ઠાકુર હોટલ પહોંચ્યા. તેમનો પુત્ર ક્ષિતિજ ઠાકુર પણ તેમની સાથે હતો. હિતેન્દ્રનો આરોપ છે કે વિનોદ તાવડે 5 કરોડ રૂપિયા લઈને અહીં આવ્યા હતા. તેમની પાસેથી બે ડાયરીઓ મળી આવી છે. તમને જણાવી દઈએ કે હિતેન્દ્ર અને તેમનો પુત્ર બંને વસઈ અને નાલાસોપારાથી ધારાસભ્ય છે. આ વખતે ક્ષિતિજ ફરીથી નાલાસોપારા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે.